મહીસાગર સ્વરોજગાર સંસ્થાન દ્વારાસિલાઈ કામની તાલીમ અપાઈ - At This Time

મહીસાગર સ્વરોજગાર સંસ્થાન દ્વારાસિલાઈ કામની તાલીમ અપાઈ


બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા ૩૫ બહેનોને આત્મનિર્ભર થવા માટે સિલાઈ કામની નિ:શુલ્ક તાલીમ દિપ પ્રાગટ્ય કરીને શરુ કરવામાં આવી આ કાર્યક્રમમા મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારી, ડૉ અવનીબા મોરી,સામાજિક કાર્યકર્તા શ્રીમતી સોનલ બેન પંડ્યા, સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ, નાણાકીય સાક્ષરતા સલાહકાર વનીતાબેન પટેલ અને સંસ્થાના ફેકલ્ટી જયાબેને તાલીમનુ ઉગ્દાટ્ન કર્યું અને ત્યાર પછી મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા પોતાના પગ પર ઉભારહીને આત્મનિર્ભર કઈ રીતે બને એમાટે વિશેષ માર્ગદર્શન

પૂરું પાડીને પ્રોત્સાહન પુરુ પાડયું હતુ અને શ્રીમતી સોનલ બેન પંડયાએ મહિલાઓને આત્મરક્ષા માટે માર્ગદર્શન અને મહિલા સશક્તિકરણ માટે ભાર પૂર્વક નિવેદન રજુ કર્યું હતું. છેલ્લે નિયામક દ્વારા સીવણ કામ ની તાલીમ લીધા પછી પોતાનો ધંધો ચાલુ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ માટે જેમાં CCTV
Camera મોબાઈલ રીપેરીંગ હાઉસ વાયરીંગ જેવી નિશુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે આ. તાલીમ કાર્યક્રમ ટુક સમયમાં શરુ થવાની હોવાથી રજીસ્ટ્રેશન પણ શરુ કરવામા આવ્યા છે અને જે કોઈ ઈચ્છુક ઉમેદવારે લુણાવાડા ની પાછળ ચરેલ રોડ, સાઈ બંગ્લોઝની બાજુમાં સંસ્થાનો સમ્પર્ક કરવો. તેમ સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલે જણાવ્યું હતું.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.