હોમગાર્ડઝ ટ્રેનિંગ સેન્ટર, માધવનગર (સાણંદ) ખાતે રાજ્ય કક્ષા બેઝિક તાલીમ કેમ્પનું વિધિવત ઉદ્ધાટન - At This Time

હોમગાર્ડઝ ટ્રેનિંગ સેન્ટર, માધવનગર (સાણંદ) ખાતે રાજ્ય કક્ષા બેઝિક તાલીમ કેમ્પનું વિધિવત ઉદ્ધાટન


હોમગાર્ડઝ ટ્રેનિંગ સેન્ટર, માધવનગર (સાણંદ) ખાતે રાજ્ય કક્ષા બેઝિક તાલીમ કેમ્પનું વિધિવત ઉદ્ધાટન

હોમગાર્ડઝ ટ્રેનિંગ સેન્ટર, માધવનગર (સાણંદ) ખાતે રાજ્ય કક્ષા બેઝિક તાલીમ કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન તાલીમ કેમ્પના કેમ્પ કમાનડન્ટ શ્રી એમ.એન.ત્રિવેદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. કાર્યકમનું સુંદર અને સુચારુ આયોજન તેમજ સંચાલન તાલીમ કેમ્પના ડેપ્યુટી કેમ્પ કમાનડન્ટ શ્રી આઈ.પી.ડાભી , કંપની કમાન્ડર, ધંધુકાનાઓ દ્વારા કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના વિવિધ ૨૬ જિલ્લામાંથી ૧૩૦ હોમગાર્ડઝ સભ્યોનો આ કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી. સદર ઓપનિંગ સેરેમનીમાં હોમગાર્ડઝ અમદાવાદ, ગ્રામ્યના જિલ્લા કમાનડન્ટ શ્રી વિપુલભાઈ દવે સાહેબ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.

સાથે ટ્રેનિંગ ઈન્સ્ટ્રકટરશ્રીઓ પણ જોડાયા હતા જેઓ તાલીમના બાર દિવસ દરમ્યાન પી.ટી., પદ કવાયત, શસ્ત્ર કવાયત, માર્ચ પાસ્ટ, લાઠી ડ્રિલ, સ્ક્વોડ ડ્રિલ, યોગ અને નાગરિક સંરક્ષણ બાબતે તાલીમ આપશે...

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.