સાબરકાંઠા જિલ્લામાં-: હિંમતનગરના જલભવનમાં વાસ્મોના કર્મચારીઓ સોમવારે માસ સી.એલ પર જશે,મંગળવારથી હડતાળ પર ઉતરવાની ચીમકી........ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: હિંમતનગરના જલભવનમાં વાસ્મોના કર્મચારીઓ સોમવારે માસ સી.એલ પર જશે,મંગળવારથી હડતાળ પર ઉતરવાની ચીમકી……..


સાબરકાંઠા જિલ્લામાં-:
હિંમતનગરના જલભવનમાં વાસ્મોના કર્મચારીઓ સોમવારે માસ સી.એલ પર જશે,મંગળવારથી હડતાળ પર ઉતરવાની ચીમકી........
-------------------------------------------------------
સાબરકાંઠામાં-:ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે,તેમ તેમ એક પછી એક સરકારી તેમજ સંસ્થાઓના કર્મચારીઓ વિરોધના મૂડમાં આવી રહ્યા છે.ત્યારે હવે વાસ્મોના કર્મચારીઓએ પણ શુક્રવારથી કામકાજથી અળગા રહેવા સહિત સોમવારથી માસ સીએલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે..

તેમજ આગામી સમયમાં સરકાર દ્વારા ચોક્કસ પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. ત્યારે હિંમતનગર સહીત સાબરકાંઠા જીલ્લામાં વાસ્મોના કર્મચારીઓ જલભવન ખાતે પડતર માંગણીઓને લઈને પેન સ્ટ્રાઈક કરી હતી અને સોમવારે માસ સીએલ પર જશે..

ગુજરાત સરકાર દ્વારા આજથી 20 વર્ષ અગાઉ વાસ્મો નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.જે વૉટર ઍન્ડ સૅનિટેશન મૅનેજમેન્ટ ઑર્ગેનાઇઝેશન અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા તરીકે પાણી વિતરણ અને વ્યવસ્થાપનના અભિગમમાં પરિવર્તન લાવવા માટે બનાવવામાં આવી હતી. જોકે છેલ્લા 20 વર્ષથી ગુજરાતના 75% થી વધારેના હિસ્સામાં વાસમો દ્વારા પાણીના વિતરણ સહિત પાણી બચાવવા માટે પાયારૂપ કામગીરી કરવામાં આવી છે.સાથો સાથ સ્વચ્છતાના મામલે વાસમો દ્વારા ગ્રામ પંચાયત સુધી નેટવર્ક બનાવવામાં આવ્યું છે. જેના પગલે છેલ્લા બે દસકાથી ગુજરાત પીવાના પાણી મામલે દેશના અન્ય રાજ્યો કરતા મજબૂતીની સ્થિતિ નિર્માણ કરી શક્યું છે..

જો કે હાલના તબક્કે વાત કરવામાં આવે તો 20 વર્ષ અગાઉ નક્કી કરાયેલા એક પણ નિયમનું પાલન ન કરાતા હવે તમામ કર્મચારીઓ પોતાના કામથી દૂર રહેવા અને માસ સી.એલ સહિત આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે.સાથો સાથ હાલના તબક્કે વધતી જતી મોંઘવારી સહિત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20વર્ષથી બઢતી અને બદલીના મામલે પણ મૌન સેવવામાં આવતા હવે કર્મચારીઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે.જો કે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે.

રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.