ભગવતીપરામાંથી કુખ્યાત હીસ્ટ્રીશીટર સાજલો પિસ્તોલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો - At This Time

ભગવતીપરામાંથી કુખ્યાત હીસ્ટ્રીશીટર સાજલો પિસ્તોલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો


ભગવતીપરા મેઇન રોડ પર કબીર વાડી પાસે જાહેર રોડ પરથી કુખ્યાત હીસ્ટ્રીશીટર સાજીદ ઉર્ફે સાજલો દલને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા 4 કાર્ટીસ સાથે બી ડીવીઝન પોલીસની ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એસ.એન.જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ રાજેશ બાળા, કોન્સ્ટેબલ ભાનુશંકર ધાંધલા અને રાજદીપ પટગીર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે ભગવતીપરા મેઇન રોડ પર એક શખ્સ પિસ્તોલ સાથે ઉભો હોવાની ચોકકસ બાતમીના આધારે દરોડો પાડી હીસ્ટ્રીશીટર સાજીદ ઉર્ફે સાજલો યુસુફ દલ (ઉ.વ.36, રહે. ભગવતીપરા મેઇન રોડ, રિધ્ધિ સિધ્ધિ સોસાયટી, મુફદલ હોલવાળી શેરી) નામના શખ્સને દબોચી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ નંગ-4 મળી રૂા. 25400નો મુદામાલ કબ્જે કરી પિસ્તોલ અને કાર્ટીઝ આરોપી કયાંથી લાવ્યો સહિતના મુદ્દાનો ભેદ ઉકેલવા રીમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી સાજીદ ઉર્ફે સાજલો દલ વિરૂધ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં મારામારી, એટ્રોસીટી, ધમકી, દારૂ સહિતના ગુના નોંધાયેલ છે. તેમજ એક વખત પાસામાં પણ જઇ આવ્યાનું ખુલ્યુ હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.