અલંગમાં ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે મજૂરો દ્વારા ચૂંટણીના મતદાનનો કરાશે બહિષ્કાર...!!" - સુખદેવસિંહ ગોહિલ ( સોસીયા ) - At This Time

અલંગમાં ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે મજૂરો દ્વારા ચૂંટણીના મતદાનનો કરાશે બહિષ્કાર…!!” – સુખદેવસિંહ ગોહિલ ( સોસીયા )


"અલંગમાં ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે મજૂરો દ્વારા ચૂંટણીના મતદાનનો કરાશે બહિષ્કાર...!!" - સુખદેવસિંહ ગોહિલ ( સોસીયા )

અલંગ - સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ દ્વારા અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં, સોસીયા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટ નંબર ૧૪૪ ની સામે તારીખ ૨૫-૧૦- ૨૦૨૩ ના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સરકારની મિલકતની તોડી નાખવામાં આવેલ છે. તેમજ મજૂરો માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડનું પાણીનું સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તે પણ બંધ કરી દીધેલ છે. આ બાબતે અમે ગુજરાત મેરીટાઈમ બોર્ડને તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ઓનલાઇન ફરિયાદ કરવા છતાં, અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને અવાર - નવાર ટેલીફોન રજૂઆતો અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં, કોઈ પરિણામ આવેલ નથી. આ જગ્યા ઉપર અનેક મજૂરોની ઓરડીઓ બનાવવામાં આવેલી હતી, તે પણ કોઈપણ ની જાણ કર્યા વગર તોડી નાખેલી તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની દિવાલ પણ તોડી નાખી છતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોઈ લેખિતમાં અમોને સંતોષકારક જવાબ પણ આપેલ નથી. કે જે લોકોએ આ ગુજરાત મેરીટાઇમ બોર્ડની મિલકતને નુકસાન કરેલ છે,તેની સામે પણ કોઈ કાર્યવાહી કરી નથી. અમારા અનેક મજૂરો આ લોકોના ડરને કારણે પોતાના વતનમાં જતા રહ્યા છે, અને હાલમાં પાણીનું સ્ટેન્ડ બંધ હોવાને કારણે આ ઉનાળાના સમયમાં અમારા મજૂરોને પાણી વગર અનેક મુશ્કેલી પડે છે.અને મજૂરોને વેચાતું પાણી લેવું પડે છે.અમારા આ બંને પ્રશ્નનો ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો, આગામી લોકસભાની ચૂંટણીમાં જે સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવેલા મતદાન સેન્ટરમાં મજૂરો મતદાનનો બહિષ્કાર કરશે.અને જરૂર પડશે તો આખા યાર્ડમાં મજૂરો સાથે લઈને તમામ બુથોનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવશે. આ બાબતની જાણ અમે ગુજરાત મેરીટાઇમ બોર્ડને ખુલ્લો પત્ર લખીને તેમજ ટેલીફોન દ્વારા પણ જાણ કરી કરેલ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર દ્વારા અમારો ફોન ઉપાડતા પણ નથી,એવા આક્ષેપ સાથે
સુખદેવસિંહ ગોહિલે (સોસીયા ) અખબારી યાદીમાં જણાવ્યું છે. ( અહેવાલ - અતુલ શુક્લ દામનગર અમરેલી.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.