આજે ભારત સરકાર એવોર્ડ સન્માનિત ""માનનીય ગૃપ એર કેપ્ટન-એન.સી.સી. કમાન્ડર શ્રી મનીષ મહાજન સરની ઉપસ્થિતિમાં શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર ખાતે આજે માર્ગદર્શન કેમ્પ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3x0qhyxzayodf6u7/" left="-10"]

આજે ભારત સરકાર એવોર્ડ સન્માનિત “”માનનીય ગૃપ એર કેપ્ટન-એન.સી.સી. કમાન્ડર શ્રી મનીષ મહાજન સરની ઉપસ્થિતિમાં શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર ખાતે આજે માર્ગદર્શન કેમ્પ યોજાયો


તા-19-2-24ને સોમવારે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય -સિહોર ખાતે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મહેમાનશ્રી મનીષ મહાજન સાહેબનું બેન્ડના શુર ના સથવારે સર્વ વિદ્યાર્થીઓએ ઊભા થઈને સલામી આપી સ્વાગત કર્યું. ત્યારબાદ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી -આચાર્યશ્રી ફાધર વિનોદ દ્વારા બુકે આપી શાબ્દિક સ્વાગત તથા ફાધર સેજુ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કર્યા.
માનનીય મનીષ મહાજને પોતાનો પરિચય આપીને પોતાના વિદ્યાર્થીરૂપી જીવનમાં શિસ્તનું મહત્વ, અભ્યાસનું મહત્વ સમજાવી જીવનમાં સફળ કેવીરીતે બની શકાય તેની સમજ આપી હતી. તેઓ ગૃપ કેપ્ટન એર કમાન્ડર તરીકે કારગીલ-કશ્મિર યુદ્ધમાં તેઓએ બજાવેલી કામગીરીની વિગતે માહિતી આપી હતી. પાયલોટ ઇન્ડિયન એરફોર્સ માં 30 વર્ષ સુંદર કામગીરી કરી હતી. તેઓને ભારત સરકાર દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ 5000 ઉડાનનો બહોળો અનુભવ ધરાવે છે.
નિવૃત્તિ પછી ગુજરાત માં ભાવનગર ખાતે એન.સી.સી. પ્રશિક્ષણ આપી રહ્યા છે. બાળકો દ્વારા કરાયેલા પ્રશ્નોના ખુબજ ઝીણવટપૂર્વક જવાબ આપ્યા હતા. બાળકોએ દેશની સેવા માટે એરફોર્સ માં જોડાવા અપીલ કરી હતી. ગણિત- વિજ્ઞાન વિષય પર ધ્યાન આપવા પ્રેરણા આપી હતી.
અંતે આચાર્યશ્રી માનનીય ફાધર વિનોદે આભાર માન્યો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]