આવ્યો અવસર લોકશાહીનો: બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન - At This Time

આવ્યો અવસર લોકશાહીનો: બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન


આવ્યો અવસર લોકશાહીનો: બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન

ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ: મતદાર જાગૃતિના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ સુંદર ચિત્રો દોર્યા

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ૧૦૬-ગઢડા અને ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર યાદીમાં વધુમાં વધુ નામ નોંધણી થાય તથા આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અન્વયે ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મતદાર જાગૃતિના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ ચિત્રો દોર્યા હતા.આ સ્પર્ધામાં ૧૧૪ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.