દામનગર શહેર પોલીસ ટેક્નોસેવી નેટવર્ક થી સુસજ્જ ઇ એફ આઈ આર સેવા નો પ્રારંભ કરાવતા પી એસ આઈ છોવાળા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3qu3avuceybhkjum/" left="-10"]

દામનગર શહેર પોલીસ ટેક્નોસેવી નેટવર્ક થી સુસજ્જ ઇ એફ આઈ આર સેવા નો પ્રારંભ કરાવતા પી એસ આઈ છોવાળા


દામનગર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ છોવાળા દ્વારા દામનગર પોલીસ સ્ટેશન ખાતે આજે ઇ એફ આઈ આર સેવા નો પ્રારંભ કરાયો હતો વાહન ચોરી મોબાઈલ ચોરી જેવા ગુના માટે હવે પોલીસ સ્ટેશને ગયા વગર ઇ એફ આઈ આર કરી શકાશે આ અંગે માહિતી આપતા પી એસ આઈ છોવાળા એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ગુના ડિટેકટિવ અને સંભવિત ગુના રોકવા માટે ટેક્નોસેવી બહુહેતુક નેટવર્ક થી સુસજ્જ અનેક વિધ સેવા ઓનો પ્રારંભ ટેક્નોસેવી નેટવક થી સુસજ્જ પોલીસ ની ૧૪ પ્રકાર ની અતિ આધુનિક સેવા નો પ્રારંભ કરાયો હતો દામનગર  શહેરી અને ગ્રામ્ય ને પણ આ ઓન લાઈન સેવા સાથે સાંકળી લેવાય છે વાહન કે મોબાઈલ ચોરી માટે પોલીસ સ્ટેશને આવ્યા વગર ગમે ત્યાં થી ઇપોર્ટલ ઉપર ઇ એફ આઈ આર સબમિટ કરી શકાશે આ બહુહેતુક ટેક્નોસેવી નેટવર્ક નો લોકો સહેલાય થી લાભ મેળવી શકે સમય શક્તિ નો વ્યય અટકી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા આ ઇ પોર્ટલ ઉપર થી ૧૪ પ્રકાર ની પોલીસ સેવા ઓ ઉપલબ્ધ થશે તે પી એસ આઈ છોવાળા ની યાદી માં જણાવ્યું હતું 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]