રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી ખાતે “વાનગી સ્પર્ધા સહ નિદર્શન કાર્યક્રમની ઉજવણી” કરાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fofroybwfdlwzng0/" left="-10"]

રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી ખાતે “વાનગી સ્પર્ધા સહ નિદર્શન કાર્યક્રમની ઉજવણી” કરાઈ.


રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર ICDS વિભાગ રાજકોટ શહેરનાં બાળકોનું, કિશોરી, સગર્ભા, ધાત્રીનું પોષણ સ્તર વધે તે બાબતે સતત જાગૃત અને કાર્યરત રહે છે. બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરી કે જે આવતીકાલનું સુરક્ષીત અને સ્વસ્થ ભવિષ્ય છે. તેને ધ્યાનમાં રાખીને સામાજીક સંદેશના ભાગરૂપે સરકારશ્રીના માગદર્શન હેઠળ અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા કરવામાં આવે છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” અને “પી.એમ. સ્વનિધિ મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત ઇસ્ટઝોન અને વેસ્ટઝોન હોલ ખાતે તા.૨૨/૭/૨૨ના શુક્રવારના રોજ ICDS આંગણવાડીઓની લાભાર્થી કિશોરીઓ દ્વારા “વાનગી વૈવિધ્ય” ના ભાગરૂપે પોષણયુકત વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજી તેમનું નિદર્શન સહ સમજુતી આપવામાં આવેલ હતી. તમામ વાનગીઓની બનાવટ અને તેમાં જરૂરી પોષણ સ્તર અને પોષક આહાર તેમ દૈનિક સમતોલ આહારના મહત્વને ધ્યાનમાં રાખીને વાનગીઓની પંસદગી કરવામાં આવેલ હતી. તમામ ઉમંરના લોકોને જરૂરી આહાર કેટલી માત્રામાં લેવો જોઇએ અને આહાર માંથી મળતા જરૂરી પોષક તત્વોની જાણકારી આંગણવાડી વર્કર બહેનોને આપવામાં આવેલ હતી. રોજીંદા ખોરાકમાં શરીરને જરૂરી પોષક તત્વો ક્યાં ખોરાક માંથી મળી શકે તે ખાદ્યપદાર્થોની જાણકારી તેમાંથી મળતાં પોષણનું મહત્વ તેમજ પોષક દ્ર્વ્યની ઉણપથી પડતી તકલીફો વિષે સમજુતી આપવામાં આવેલ હતી. રોજીદાં ખોરાક ઉપરાંત સરકારશ્રી દ્વારા અપાતા THR ના ઉપયોગ વિષે સમજણ અને તેમાંથી બનાવી શકાતી વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજી નિદર્શન સહ સમજુતી આપવામાં આવેલ હતી. રોજીંદા જીવનમાં જરૂરી શાકભાજીના ઉપયોગ માંથી વિવિધ સલાડ અને વિવિધ ફળનો ઉપયોગ કરવામાં આવેલ હતો. “BEST IN TEST AND EASY TO MAKE CONCEPT” આધારીત બનાવટમાં સરળ એવી સદાકાળ (પરંપરાગત) ગુજરાતી વાનગીઓથી માંડી અને વિવિધ મોર્ડન વાનગીઓ રજુ કરવામાં આવેલ હતી. જેમાં પોષણવર્ધક સલાડ, શીરો, થેપલા, પાતરા, ઇડલી, સોયાચીલી અને ટાકોસ જેવા વૈવીધ્યનો સમાવેશ થતો હતો. કાર્યક્રમમાં કુલ અર્બન ઘટક ૧,૨ અને ૩માંથી કુલ ૫૬૦થી વધુ કિશોરીઓ દ્વારા વિવિધ પૌષ્ટીક વાનગીઓની સ્પર્ધા કરવામાં આવેલ હતી, જેમાં ૩૫૮ વર્કર બહેનોએ ઉત્સાહપુર્વક વાનગી સ્પર્ધા નિહાળેલ અને કિશોરીઓ પાસેથી સમજુતી મેળવેલ હતી. કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના માન ડેપ્યુટી મેયરશ્રી ડો.દર્શિતાબેન શાહ, માન. ચેરેમેનશ્રી, શિશુ ક્લ્યાણ વિભાગ શ્રી જ્યોત્સના બહેન, ટીલાળા તેમજ માન કોર્પોરેટર બહેનોશ્રી, સંગઠનના બહેનોશ્રી, મહિલા મોરચાના બહેનોશ્રી તેમજ માન નાયબ કમિશનરશ્રી, આશિષકુમાર સાહેબ દ્વારા હાજર રહેલ કિશોરીને પ્રોત્સાહન આપવામાં આવેલ છે. કાર્યક્રમમાં શ્રેષ્ડ્ વાનગી રજુ કરનાર ૩ કિશોરીઓ અને સલાડ ડેકોરેશન રજુ કરનાર ૩ કિશોરીઓને ઝોન દીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્ર્માંક આપવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા ICDS અર્બન ઘટકના પ્રોગ્રામ ઓફીસરશ્રી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ અને તમામ મુખ્ય સેવીકાઓ જહેમત ઉઠાવેલ છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]