પાણપુર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો - At This Time

પાણપુર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો


પાણપુર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો

હિંમતનગર તાલુકાની પાણપુર પ્રાથમિક શાળામાં 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા ડો. સી વી રામન અને વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરવામાં આવ્યું. બાળકોને જિલ્લા ઔદ્યોગિક સંસ્થા આઈટીઆઈ વીરપુરની મુલાકાત લેવામાં આવી . વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સુંદર રીતે આજના વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય હસમુખભાઈ પ્રજાપતિએ સૌનો શુભેચ્છા સહ આભાર વ્યક્ત કર્યો.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.