આણંદમાં યોજાયો ઈ- શ્રમ કાર્ડ અને ઈ- નિર્માણ કાર્ડ માટે સેલ્ફ-રજીસ્ટ્રેશન માર્ગદર્શન કેમ્પ. - At This Time

આણંદમાં યોજાયો ઈ- શ્રમ કાર્ડ અને ઈ- નિર્માણ કાર્ડ માટે સેલ્ફ-રજીસ્ટ્રેશન માર્ગદર્શન કેમ્પ.


આણંદમાં યોજાયેલા ઈ- શ્રમ કાર્ડ અને ઈ- નિર્માણ કાર્ડ માટે સેલ્ફ-રજીસ્ટ્રેશન માર્ગદર્શન કેમ્પમાં સામાજિક સુરક્ષા યોજનાના લાભો વિશે માર્ગદર્શન અપાયું
ગુજરાત રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ થકી શ્રમિકોને પાયાની સુવિધાઓ આપવામા આવી રહી છે. જે અંતર્ગત આણંદ ખાતે ઈ-શ્રમ અને ઈ-નિર્માણ કાર્ડના સેલ્ફ રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શન કેમ્પ યોજવામા આવ્યો હતો.
ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે. જાગૃતિના અભાવે ઘણા કામદારો યોજનાનો લાભ મેળવવાની તક ગુમાવી રહ્યા છે. તમે ઇ શ્રમ પોર્ટલ વિશે માહિતી આપવા અને રજિસ્ટ્રેશન માટે શ્રમિકો જાગૃત થાય તે માટે સેલ્ફ રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શન કેમ્પ યોજવામા આવ્યો હતો.ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની આણંદ જિલ્લા કચેરીના પ્રોજેક્ટ મેનેજરના જણાવ્યા મુજબ આ કેમ્પ અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી દ્વારા ઈ-નિર્માણ કાર્ડની નોધણી અંગેની અને સંલગ્ન યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા ઈ-શ્રમના સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવવા માટેની જરૂરી જાણકારી અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.