ટ્રેઈલર અડફટે મૃત્તક ઇન્કમટેક્સ ઓફિસરના વારસોને 31.84 લાખ વળતર ચુકવવા હુકમ - At This Time

ટ્રેઈલર અડફટે મૃત્તક ઇન્કમટેક્સ ઓફિસરના વારસોને 31.84 લાખ વળતર ચુકવવા હુકમ


સુરત13 વર્ષ પહેલાં કારમાં અમદાવાદ જતી વખતે રાજસ્થાનના ટ્રેઈલરે અડફટે લેતા અડાજણના 56 વર્ષીય રમણભાઇ પટેલનું મોત નીપજ્યું હતુંતેર
વર્ષ પહેલાં રાજસ્થાન પાસીંગના ટ્રેઈલર હડફેટે 
મૃત્તક સુરત ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીના વારસોએ કરેલી ૩૫ લાખના અકસ્માત
વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ
એસ.દવેએ અંશતઃ મંજુર કરીને મૃત્તકના વિધવા વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત
રૃ.31.84 લાખ વળતર ચુકવવા ટ્રેઈલર ચાલક, માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.અડાજણ-જોગાણીનગર
સ્થિત દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા તથા સુરત ઈન્કમ ટેક્સ કચેરીમાં  અધિકારી તરીકે ફરજ  બજાવતા 56 વર્ષીય રમણભાઈ પટેલ તા.31-12-09ના
રોજ પોતાના ડ્રાઈવર સાથે કારમાં અમદાવાદ જતા હતા.જે દરમિયાન રાજસ્થાનના ચિત્તોડગઢ
જિલ્લાના વતની તથા અમરસિંગ રામસિંગ જોધાની માલિકીના ટ્રેઈલરના ચાલક કિશનલાલ નાનાજી
લોઢાએ બેદરકારીથી ટ્રેઈલર ચલાવીને કારને હડફેટે લીધી હતી.જેથી ગમખ્વાર અકસ્માતમાં
આયકર અધિકારી રમણભાઈ પટેલનું ગંભીર ઈજાથી મોત નિપજ્યું હતુ. મૃત્તકના વિધવા પત્ની
કમલાબેન તથા પુત્રી દિવ્યાબેન રમણભાઈ પટેલે રૃા.35 લાખના અકસ્માત વળતર માંગ્યું
હતું.  જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે
એવી રજૂઆત કરવામાં આવી હતી કે મૃત્તક ઈન્કમ ટેક્સ ખાતામાં અધિકારી તરીકે ફરજ
બજાવીને માસિક 40 હજારની આવક ધરાવતા હતા.જેથી ટ્રીબ્યુનલ જજે રેકર્ડ પરના પુરાવા
તથા મૃત્તકની વય અને ભવિષ્યની ખોટને ધ્યાને લઈને અકસ્માત સર્જનાર ટ્રેઈલર ચાલક,માલિક તથા વીમાકંપનીને
સંયુક્ત તથા વિભક્ત રીતે વ્યાજ સહિત ઉપરોક્ત વળતર ચુકવી આપવા હુકમ કર્યો છે.

j


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.