ગુજરાતમાં કોરોનાના નવા ૯૪૭ કેસ : વધુ ૩ના મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના નવા ૯૪૭ કેસ : વધુ ૩ના મૃત્યુ


અમદાવાદ,શુક્રવારગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં કોરોનાના ૯૪૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદ-ગાંધીનગર-મોરબીમાંથી
૧-૧ એમ કુલ ૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ઓગસ્ટના પાંચ દિવસમાં કોરોનાના ૪૩૫૭
કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાક
દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૩૦૫-ગ્રામ્યમાંથી ૧૦ સાથે સૌથી વધુ ૩૧૫ નવા કેસ નોંધાયા
હતા. રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં ૧૪૦, મહેસાણામાં ૮૯, રાજકોટમાં ૮૩, સુરતમાં ૬૬,
ગાંધીનગર-કચ્છમાં ૩૨, અમરેલીમાં ૩૧, બનાસકાંઠામાં ૧૯, ભરૃચ-નવસારીમાં ૧૫, ભાવનગરમાં
૧૪, જામનગરમાં ૧૩, વલસાડમાં ૧૧, પોરબંદરમાં ૧૦, આણંદમાં ૮, સુરેન્દ્રનગરમાં ૭, અરવલ્લી-મોરબીમાં
૬, પાટણમાં ૫, ખેડા-મહીસાગર-તાપીમાં ૪, ગીર સોમનાથ-જુનાગઢ-પંચમહાલમાં બે નવા કેસ સામે
આવ્યા હતા.

રાજ્યમાં હાલ ૫૯૯૨ એક્ટિવ
કેસ છે જ્યારે ૨૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાંથી ૨૦૪૩, વડોદરામાં ૮૭૯, સુરતમાં
૪૯૫, ગાંધીનગરમાં ૩૭૯, મહેસાણામાં ૩૩૪ સાથે સૌથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં
કોરોનાથી કુલ મરણાંક ૧૦૯૭૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૯૮ દર્દી કોરોનાથી સાજા થયા
છે. અત્યારસુધી કુલ ૧૨,૪૨,૫૬૧ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૬૫
ટકા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »