ડૉકટરને 2.50 લાખથી વધુ કેશ પેેમેન્ટ કર્યું હોય તો વીમા કું. ક્લેઈમ નકારી શકે નહિં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/if-the-cash-payment-is-more-than-2-50-lakhs-to-the-doctor-the-insurance-company-cannot-deny-claim/" left="-10"]

ડૉકટરને 2.50 લાખથી વધુ કેશ પેેમેન્ટ કર્યું હોય તો વીમા કું. ક્લેઈમ નકારી શકે નહિં


સુરતરૃા.10 હજારથી વધુ રોકડ પેમેન્ટનો ક્લેઇમ માંગતી વીમાદારની ફરિયાદ રદ કરતો સુરત ગ્રાહક કોર્ટનો ચુકાદો સ્ટેટ કમિશને પલ્ટાવ્યોવીમાદારે
તબીબને 10 હજારથી વધુ એટલે કે રૃા.2.50 લાખની રોકડ ચુકવણીના ક્લેઈમને પોલીસી શરતના
ભંગના નામે નકારનાર વીમા કંપની સામેની ફરિયાદ રદ કરતાં સુરત જિલ્લા ગ્રાહક તકરાર
નિવારણ ફોરમના ચુકાદાને પડકારતી વીમાદારની અપીલને ગુજરાત રાજ્ય કમિશનના ન્યાયિક
સભ્ય એમ.જે.મહેતા તથા સભ્ય રાજીવ મહેતાએ મંજુર કરી નીચલી અદાલતનો ચુકાદાને
પલટાવ્યો છે.ફરીયાદી
ફિરોઝ રબારી ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીની મેડી ક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે
અમલમાં હોવા દરમિયાન ફરિયાદીની તબિયત બગડતા તા13-7-2009ના રોજ ખાનગી હોસ્પિટલમાં
સારવાર લેતા કુલ રૃ.3.88 લાખનો ખર્ચ થયો હતો.જે પૈકી વીમા કંપનીએ 1.08 લાખની કેશ
લેશ એપ્રુવ કરી હતી.જ્યારે ફરીયાદીએ તબીબને રૃ.2.50 લાખનું કેશ પેમેન્ટ અંગેના
ક્લેઈમને નકારી કાઢી વીમા કંપનીએ પોલીસીની શરતો મુજબ 10 હજારથી વધુ રોકડ રકમ
ચુકવવા પાત્ર ન હોવાનું જણાવ્યું હતુ. વીમાદારે સુરત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી
હતી પણ ફરિયાદ રદ કરાઇ હતી.જેથી
ફરિયાદીએ સુરતના કોર્ટના ચુકાદાને શ્રેયશ દેસાઈ મારફતે ગુજરાત સ્ટેટ કમિશનમાં
પડકારતી અપીલ કરી હતી. જેની સુનાવણી બાદ વીમાદાર તરફેની રજુઆતોને માન્ય રાખીને
સ્ટેટ કમિશને નીચલી કોર્ટનો ચુકાદાને પલટાવતો હુકમ કર્યો હતો. સ્ટેટ કમિશને
જણાવ્યું હતું કે કેશ પેમેન્ટ લઈને રિસીપ્ટ આપનાર 
તબીબ તેની આવકના આધારે ટેક્સ ચુકવવા જવાબદાર છે. જેથી પેમેન્ટ માટે કેશ કે
ચેકનું માધ્યમ મહત્વનું નથી. રોકડ પેમેન્ટ થયું હોય તો પોલીસી શરતના ભંગના નામે
ક્લેઈમ નકારી શકાય નહીં કારણ કે માત્ર પોલીસીની શરતો એટેચ્ડ કરવાથી તે અંગેનુ
પુરતું જ્ઞાાન વીમાદારને હોવાનું ગ્રાહય રાખી શકાય  નહીં.જેથી વીમાદારે અગાઉ ભરેલા 10 હજારની રોકડ
બાદ કરીને  બાકીના 2.40 લાખ ચુકવી આપવા
વીમા કંપની જવાબદાર છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]