આટકોટના ગાયત્રીનગરના તળાવમાં માછલીનું રેસ્ક્યું - At This Time

આટકોટના ગાયત્રીનગરના તળાવમાં માછલીનું રેસ્ક્યું


આટકોટના ગાયત્રીનગરના તળાવમાં ભીષણ ગરમીના કારણે પાણી સુકાઇ જતા ૩૦૦ થી વધુ માછલીઓના જીવન મરણનો સવાલ ઉભો થયો હતો. આ બાબતની જાણ થતા રાજકોટથી એનિમલ હેલ્પલાઇન તથા કામધેનુ ગૌશાળા દ્વારા માછલીઓના રેસ્કયુનું ઓપરેશન હાથ ધરાયુ હતુ. ગ્રામજનોની મદદ લઇ ૬૦ લોકોની ટીમ બનાવી આ માછલીઓને ભાદર નદીમાં વિહરતી કરવામાં આવી હતી. સતત ૫ દિવસ સુધી આ સેવાયજ્ઞ ચાલ્યો હતો. ઉલ્લેખનીય છે કે કરૂણા ફાઉન્ડેશન પ્રેરીત એનિમલ હેલ્પલાઇન (મો.૭૮૫૯૮ ૪૧૪૨૬) દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી જીવદયા પ્રવૃત્તિઓ ચાલી રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.