રાજકોટમાં થર્ડ જેન્‍ડર મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર છતાં 8 બેઠકો પર 34માંથી માત્ર 8 મત પડયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2tdf74asgwyqvnae/" left="-10"]

રાજકોટમાં થર્ડ જેન્‍ડર મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર છતાં 8 બેઠકો પર 34માંથી માત્ર 8 મત પડયા


રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા થર્ડ જેન્ડરરોને સમાજમાં મોભાનું સ્થાન મળે અને તેઓ પણ લોકશાહીના પર્વતસમા મતદાનમાં સહભાગી થઈ શકે એ માટે ખાસ ઓળખપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોમાં મતદાન અંગેની જાગૃતિ કેળવાય તે માટે થર્ડ જેન્ડરોનું મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચયન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં કુલ 34 થર્ડ જેન્ડરો નોંધાયા છે. એક તરફ તેમના જ સમુદાયના બ્રાન્ડ એમ્બેસેડર લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપતા હતા બીજી તરફ થર્ડ જેન્ડરોમાં મતદાન પ્રત્યેની ઉદાસીનતા જોવા મળી હતી. જ્યાં ગુરુવારે 34 પૈકી માત્ર 8 મતદારોએ જ મતદાન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]