મોતીપુરા માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્રારા બાળકોને પ્રવાસ કરવામાં આવ્યો - At This Time

મોતીપુરા માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્રારા બાળકોને પ્રવાસ કરવામાં આવ્યો


મોતીપુરા માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્રારા બાળકોને પ્રવાસ કરવામાં આવ્યો

સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા માનસિક દિવ્યાંગ બાળકોની નિવાસી સંસ્થા છે. જેમાં ૧૨૦ બાળકો તાલીમ / શિક્ષણ મેળવી રહ્યા છે. આ દિવ્યાંગ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે અને તેઓ જીવનમાં આત્મ નિર્ભર બની રહે તે માટે તાલિમ આપવામાં આવે છે.
આ બાળકોમાં સામાજીકતા કેળવાય તેમજ વિવિધ સ્થળોની સમજ કેળવાય તે આશયથી તા-૧૩/૧૪ માર્ચ-૨૦૨૩ ના રોજ ડાકોર, પાવાગઢ ,અને સ્ટેચ્ચુ ઓફ યુનિટી વગેરે સ્થળોએ શૈક્ષણિક પ્રવાસનુ આયોજન સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના સંચાલક જીતુભાઈ પટેલની રાહબરી નીચે અન્ય કર્મચારીગણ સાથે પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ માનસિક દિવ્યાંગ બાળકોને પ્રવાસન થકી પ્રાકૃતિક ધાર્મિક સ્થળોની સમજ સાથે પ્રવાસ કરાવામાં આવ્યો જ્યાં આ દિવ્યાંગોએ આનંદ માણ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.