જિલ્લા સમાહર્તાશ્રીની અધ્યક્ષતામાં સંકલન(વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા સમાહર્તાશ્રીની અધ્યક્ષતામાં સંકલન(વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ


જિલ્લા સમાહર્તાશ્રીની અધ્યક્ષતામાં સંકલન(વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી .
આ બેઠકમાં અધિકારી કર્મચારીઓના પેન્શન, ખાનગી અહેવાલને લગતા પ્રશ્નો, તાબાની કચેરીઓના નિરિક્ષણના પ્રશ્નો, કચેરીઓના આંતરીક સંકલન થકી કામગીરીને વધુ સરળ અને લોક ઉપયોગી બનાવવા બાબત પર ભાર મૂક્યો હતો. આ સાથે આંગણવાડી કેંદ્રો, રોડ-રસ્તા, એપ્રેંટીસ યોજના અને જિલ્લાના નક્કિ કરવામાં આવેલા અમૃત સરોવરોને વિકસીત કરવા અંગે થયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ૨૦ માર્ચથી શરૂ થનાર પોષણ પખવાડીયા અંગે સંકલનમાં રહી કામ કરવા અમલીકરણ અધિકારીઓને સુચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »