સંત સરોવરના 21 દરવાજા ખોલી 60 હજાર ક્યુસેક પાણી છોડાયું - At This Time

સંત સરોવરના 21 દરવાજા ખોલી 60 હજાર ક્યુસેક પાણી છોડાયું


આનંદની હેલી ઃ ડેમ ૭૦ ટકા ભરાઇ ગયો હોવાથી સાબરમતી નદીમાં
પાણી વહેતું કરાયુંઇન્દ્રોડા સહિતના ગામોમાં મામલતદારે જઇને ગ્રામજનોને સાવચેત
કર્યાગાંધીનગર :  ઉપરવાસમાં થઇ રહેલા સતત વરસાદને કારણે ધરોઇ ડેમમાં પાણીની
આવક વધતા ડેમના દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાઇ રહ્યું છે ત્યારે સંત સરોવર
ડેમ ૭૦ ટકા ભરાઇ જતા તમામ ૨૧ દરવાજા ખોલીને કુલ ૬૦ હજાર ક્યુસેક પાણ વાસણા બેરેજ
તરફ છોડવામાં આવ્યું છે. જેના પગલે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ
પણ કરી દેવામાં આવ્યા હતા. નદી કિનારે જુના કોબા પાસે ઝુંપડા પણ તંત્ર દ્વારા
હટાવવામાં આવ્યા હતા.ચાલુ વર્ષે સમગ્ર રાજ્ય ઉપર સારી એવી મેઘમહેર રહી છે.
વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે સાબરમતી
નદી ઉપર બનેલા ધરોઇ ડેમમાં પણ પાણીની ભરપુર આવક જોવા મળી છે. આ સ્થિતિને પગલે ધરોઇ
ડેમ ઓવરફ્લો થઇ ગયો છે અને અહીંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
આજે સવારે પણ ૩૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હાલ આ પાણી લાકરોડા થઇને
ગાંધીનગરના સંત સરોવર સુધી પહોંચતા સરોવર ૭૦ ટકા જેટલું ભરાઇ ગયું છે જેના કારણે
તેના તમામ ૨૧ દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીની
સ્થિતિને પગલે ગાંધીનગર મામલતદાર દ્વારા સંત સરોવરથી હેઠવાસના ૧૦ ગામો ઇન્દ્રોડા, સાહપુર, ધોળાકુવાસ
રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઇ અને નભોઇના
ગ્રામજનો તેમજ તાલુકાના નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સુચના
આપવામાં આવી છે. એટલુ જ નહીં,
નદીમાં પાણીનો આવરો વધવાને કારણે જૂના કોબા પાસે નદી કિનારે ઉભા થયેલા
ઝુંપડાને દૂર કરીને નાગરિકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. સાબરમતી બે કાંઠે થતા ત્રણ સ્થળે ફાયરબ્રિગેડને  સ્ટેન્ડ ટુ કરી દેવાઇ

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પુરની
સ્થિતિનું નિર્માણ થઇ શકે છે હાલ ઉપરવાસમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે થઇ ગઇ
છે આ સ્થિતિમાં કોઇ અનિશ્ચનીય ઘટના ન બને અને નદીમાં કોઇ વ્યક્તિ તણાય તો
તાત્કાલિક બચાવ કામગીરી થઇ શકે તે હેતુથી માણસા, સંત સરોવર અને કોબા પાસે નદી કિનારે ફાયરબ્રિગેડની ત્રણ
ટીમોને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. ત્રણ સીફ્ટમાં અલગ અલગ નવ ટીમો બંદોબસ્ત
ફાળવી દેવાયો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.