ઘટસ્ફોટ : ભાજપના કોર્પોરેટરના જમાદાર પતિએ સોપારી આપી હત્યા કરાવી નાંખી - At This Time

ઘટસ્ફોટ : ભાજપના કોર્પોરેટરના જમાદાર પતિએ સોપારી આપી હત્યા કરાવી નાંખી


કોલવડાના દિલીપસિંહની હત્યાનો ભેદ આખરે ઉકેલાયોગાંધીનગર એલસીબીએ એક આરોપીને ઝડપી લીધોઃજમાદાર સહિત ચાર
આરોપીઓની શોધખોળ માટે ટીમોની દોડધામગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડામાં ગત ૧૪મી ઓગસ્ટે ગામના
આધેડની ગોળી અને છરીઓ મારીને હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં ગાંધીનગર એલસીબીએ
એક આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ભાજપના
મહિલા નગરસેવકનો પતિ એવા કુખ્યાત જમાદારે જ અંગત અદાવતમાં સોપારી આપીને આ હત્યા
કરાવી હોવાનું ખુલ્યું છે. જમાદાર સહિત ફરાર થઇ ગયેલા અન્ય ચાર આરોપીઓની શોધખોળ
માટે પોલીસની અલગ અલગ ટીમો દોડી રહી છે.ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં રહેતા ૪૯ વર્ષિય
દિલીપસિંહ ભવાનજી વાઘેલાની ગત ૧૪ ઓગસ્ટના રોજ બપોરના સમયે કોલવડા આયુર્વેદિક
હોસ્પિટલ નજીક ચરામાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા
મૃતકના શરીરે તિક્ષ હથિયારના ૧૦ જેટલા ઘા અને પેટના ભાગે ગોળી મારવામાં આવી
હોવાનું બહાર આવ્યું હતું આ મામલે દિલીપસિંહના પુત્રની ફરિયાદના આધારે પેથાપુર
પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગંભીર
ગુનાને પગલે પેથાપુર પોલીસ ઉપરાંત ગાંધીનગર એલસીબીની ટીમો પણ કામે લાગી હતી ત્યારે
પોલીસે કોલવડા અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજની ઝીણવટભરી તપાસ કરતા કોલવડા
ગામમાં રહેતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો વિક્રમસિંહ વાઘેલા દિલીપસિંહને જુગાર
રમવા માટે પત્તાની કેટ આપવા ગયો હોવાનું તેમજ તેની પાછળ એક શંકાસ્પદ કાર પણ ગઇ
હોવાનું ખુલ્યું હતું જેના પગલે ધર્મેન્દ્રસિંહની એલસીબીની ટીમો દ્વારા પુછપરછ
કરવામાં આવતા તે ભાંગી પડયો હતો અને કબુલ્યું હતું કે, ત્રણ મહિના પહેલા
દિલીપસિંહે ગામમાં રહેતા અને પોલીસમાં નોકરી કરતા ઘનશ્યામસિંહ વાઘેલા ઉર્ફે
જમાદારને માર માર્યો હતો. જેનો બદલો લેવા માટે જમાદારે ધર્મેન્દ્રસિંહને એક મહિના
પહેલા મળવા માટે બોલાવ્યો હતો તે સમયે પ્રભાતજી સુખાજી ડાભી રહે ડાંગરવા પણ તેની
સાથે હતો.દિલીપસિંહને તેના બોર ઉપરથી બહાર બોલાવવા માટે મદદ કરવા ૨૦ લાખ રૃપિયા
આપવાની સોપારી આપી હતી. ધર્મેન્દ્રસિંહના પિતાને પણ અગાઉ દિલીપસિંહ સાથે તકરાર થઇ
હોવાથી અને આ કામ કરવાથી લાખો રૃપિયા મળશે તેવી લાલચમાં આવીને તે મદદ કરવા માટે
તૈયાર થયો હતો. આ માટે જમાદાર અને પ્રભાતજી અવાર-નવાર ધમેન્દ્રસિંહને મળવા
માટે બોલાવતા હતા જ્યાં પ્રભાતજીની સાથે વિપુલ ઠાકોર ઉર્ફે ટેળીયો તથા પ્રકાશ
બારોટ ઉર્ફે રઘો ઉર્ફે ગઠિયો પણ આવતા હતા. હત્યાના ત્રણ દિવસ પહેલા જમાદાર અને
પ્રભાતજીએ ધર્મેન્દ્રસિંહને બહાર બોલાવીને કામ જલ્દી પુરુ કરી આપવા દબાણ કર્યું
હતું. ગત ૧૪ ઓગસ્ટના રોજ પ્રભાતજીએ ધર્મેન્દ્રસિંહને માણસા ખાતે બોલાવ્યો હતો
જ્યાં વિપુલ ઠાકોર અને પ્રકાશ બારોટ પણ હાજર હતા. જ્યાંથી તેઓ કોલવડા આવ્યા હતા તે
સમયે દિલીપસિંહનો ધર્મેન્દ્રસિંહ ઉપર ફોન આવ્યો હતો અને જુગાર રમવા માટે કેટ, સિગારેટનું પેકેટ
અને ચવાણું આપી જવા માટે કહ્યું હતું આ સમયે ધર્મેન્દ્રસિંહે દિલીપસિંહ બેઠો
હોવાનો ઇશારો કરતા પ્રભાતજી,
વિપુર ઠાકોર અને પ્રકાશ બારોટે ત્યાં પહોંચી ફાયરીંગ કરી છરીના ઘા ઝીંકી
દિલીપસિંહની હત્યા કરી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. કાર પણ બિનવારસી હાલતમાં
પોલીસને નારદીપુર પાસેથી મળી આવી છે. ત્રણ મહિના અગાઉ માર મારતા બદલો લીધોકોલવડાની દિલીપસિંહની હત્યામાં એવી થિયરી બહાર આવી રહી છે
કે, ત્રણ
મહિના અગાઉ મૃતક દિલીપસિંહ વાઘેલા અને જમાદાર ઘનશ્યામસિંહ વાઘેલા તથા કોંગ્રેસના
એક પુર્વ ધારાસભ્ય બોર કુવા ઉપર દારૃની પાર્ટી કરી રહ્યા હતા તે સમયે દિલીપસિંહએ
બોલાચાલીમાં જમાદાર અને આ પૂર્વ ધારાસભ્યને ખુબ જ માર માર્યો હતો જેમાં જમાદારને
ગંભીર ઇજાઓ પહોંચતા ૧૫ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડયું હતું જેનો બદલો લેવા
માટે દિલીપસિંહની હત્યાની સોપારી જમાદારે આપી હતી.દિલીપસિંહને બહાર બોલાવવા માટે ધર્મેન્દ્રસિંહને ૨૦ લાખ
આપવાના હતાગાંધીનગર એલસીબીએ કોલવડાના દિલીપસિંહ વાઘેલાની હત્યામાં
ગામના જ અને કૌટુંબિક ભાઇ ધમેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો વિક્રમસિંહ વાઘેલાની ધરપકડ
કરી લીધી છે ત્યારે તેની પુછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે, ઘનશ્યામસિંહ
ઉર્ફે જમાદાર દ્વારા અંગત અદાવતમાં દિલીપસિંહની હત્યા કરવાનું નક્કી કરવામાં
આવ્યું હતું અને તેણે માણસો પણ તૈયાર રાખ્યા હતા પરંતુ દિલીપસિંહ એકલા બહાર મળતા ન
હતા તેથી તેને બહાર બોલાવવા માટે ધર્મેન્દ્રસિંહને ૨૦ લાખ રૃપિયા આપવાનું નક્કી
કરવામાં આવ્યું હતું. જમાદાર ઘનશ્યામસિંહ જિલ્લામાં જુગારનું સામ્રાજ્ય ચલાવતો
હતો

કોલવડામાં દિલીપસિંહની હત્યામાં જે આરોપીનું નામ બહાર આવી
રહ્યું છે તે ઘનશ્યામસિંહ એટલે કે,જમાદારનું
ગાંધીનગર જિલ્લા ઉપરાંત ઉત્તરગુજરાતના અન્ય જિલ્લામાં પણ જુગારનું સમ્રાજ્ય
ચાલતું.વર્ષ ૨૦૨૦માં જમાદારના પેથાપુર ખાતેના જુગારધામ ઉપર પોલીસે પણ દરોડો પણ
પાડયો હતો અને તેમાં જમાદારને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. તો ગત કોર્પોરેશનની
ચૂંટણીમાં જમાદારના પત્ની સોનલબાને ભાજપે ટિકિટ આપી હતી અને કોર્પોરેટર તરીકે
ચૂંટી આવ્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.