બાલાસિનોર વણાંકબોરી ડેમ થયો ઓવરફ્લો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vfubtcqolzzrq9x9/" left="-10"]

બાલાસિનોર વણાંકબોરી ડેમ થયો ઓવરફ્લો


ચરોતરની જીવાદોરી સમાન વણાંકબોરી ડેમમાં ૧૦ હજાર ક્યુસેક નવા પાણીની થઈ આવક

આણંદ અને ખેડા જિલ્લાના ૨૪ ગામોને એલર્ટ કરાયા

સમગ્ર રાજ્યમાં ચોમાસું તેની ચરમસીમાએ છે. સારો અને માફસરના વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં નવા નિરની આવક વધી છે. કડાણા ડેમમાં પાણીની આવક વધતા તેમાથી સતત પાણી છોડાઈ રહ્યું છે. આથી ખેડા જિલ્લાનો વણાકબોરી વિયર આજે છલકાઈ ગયો છે. ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આમ તો ખેડા જિલ્લામાં ભારે વરસાદ નથી. જે રાહતના સમાચાર છે, પરંતુ ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ છે. હાલ આ ડેમની જળસપાટીની જો વાત કરવામાં આવે તો 415.08 ફુટની સપાટીએ એટલે કે 91.69% પાણીનો જથ્થો છે. જ્યારે ગત વર્ષે આ દિવસે 388.05 ફુટની સપાટીએ હતું. આ ડેમનુ પણી સતત વણાકબોરી વિયરમા છોડવામાં આવતા વણાકબોરી વિયર છલકાઈ ગયો છે. આજે સવારે 8 કલાકે કડાણા ડેમમાંથી 10 હજાર 900 ક્યુસેક પાણી અને અગાઉ છોડેલા પાણીથી હાલ આ વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે. આ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તો બીજી બાજુ આ પાણી હવે મહિસાગર નદીમાં ભળતા મહિસાગર નદી બે કાંઠે વહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]