208 vacancies in Junagadh district against 441 sanctioned by Talati Minister - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/208-vacancies-in-junagadh-district-against-441-sanctioned-by-talati-minister/" left="-10"]

208 vacancies in Junagadh district against 441 sanctioned by Talati Minister


જુનાગઢ જિલ્લામાં કુલ 441 તલાટી કમ મંત્રીની જગ્યા સામે 208 જગ્યા ખાલી છે તેવામાં 537 પ્રકારની કામગીરી કરતા તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગ ન સંતોષાતા ચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.537 પ્રકારની વિવિધ કામગીરી કરનાર તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગો છે આ માંગોને લઈ અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં માંગ ન સંતોષ હતા આખરે તલાટી કમ મંત્રીઓ એ ચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કર્યો છે આ અંગે જુનાગઢ તલાટી કમ પંચાયત મંત્રી મંડળના પ્રમુખ જે.જે ડાંગર અને મંત્રી એબી હોશિયારે જણાવ્યું હતું કે અમારી કેટલીક વાજબી માંગણીઓ છે જેને પણ સ્વીકારવામાં આવતી ન હોય ના છૂટકે બે ઓગસ્ટ થી અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કરવો પડ્યો છે તલાટી મંત્રીઓ એ વિવિધ પ્રકારની 537 કામગીરી કરવાની હોય છે સામે સ્ટાફની સતત ઘટ્ટ છે સમગ્ર જિલ્લામાં 31 જુલાઈ 2022 ની સ્થિતિ જોતા કુલ 441 તલાટી કમ મંત્રીઓની જગ્યા મંજૂર થયેલી છે જેમાંથી માત્ર 233 જગ્યા ભરાયેલી છે અને 208 જગ્યા ખાલી છે આમ કુલ 52.83 ટકા સ્ટાફની ભરતી થયેલી છે અનેક વખત રજૂઆત કરવા છતાં જગ્યાઓ ભરવામાં આવતી ન હોય પરિણામે તલાટી કમ મંત્રીઓ પર કામનું ભરણ વધી જાય છે અને માનસિક તણાવ વચ્ચે કામગીરી કરવા મજબૂર બને છે ત્યારે પડતર પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ ન આવતા આ બાબતે ચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]