સુરતના કડોદરા GIDC પોલીસ મથક સામે આઇશર ટેમ્પો અડફેટે એક હોમગાર્ડ જવાનનુ મોત બે ને ગંભીર ઈજાઓ - At This Time

સુરતના કડોદરા GIDC પોલીસ મથક સામે આઇશર ટેમ્પો અડફેટે એક હોમગાર્ડ જવાનનુ મોત બે ને ગંભીર ઈજાઓ


સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ મથક પર મોડી રાતે બે મોટરસાયકલ પર ત્રણ હોમગાર્ડ જવાનો હાજરી રજીસ્ટર પર સહી કરવા જઈ રહ્યા હતા જે દરમિયાન પોલીસ મથકની સામે જ એક આઇસર ટેમ્પાના ચાલકે બને મોટરસાયકલને અડફેટે લેતા મોટર સાયકલ ચાલક એક જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો બીજા એક જવાનને ગંભીર ઇજાઓ થતા સુરત ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યારે એક જવાનને સામન્ય ઇજાઓ જણાતા હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કડોદરા પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકને ઝડપી પાડયો હોવાનું જાણવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon