પોપટપરામાં ક્ષત્રિય આગેવાન પદ્મિની બા સહિતના મહિલાઓએ રૂપાલા વિરુદ્ધ પ્રચાર કર્યો - At This Time

પોપટપરામાં ક્ષત્રિય આગેવાન પદ્મિની બા સહિતના મહિલાઓએ રૂપાલા વિરુદ્ધ પ્રચાર કર્યો


રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવાઈ રહી છે અને રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે વિવિધ કાર્યક્રમો યોજી ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે સાંજે ક્ષત્રિય આગેવાન પદ્મિની બા વાળાએ સમાજની મહિલાઓ સાથે મળીને પોપટપરા વિસ્તારમાં આવેલા રામજી મંદિર પાસે ' રૂપાલા હાય હાય'નાં નારા લગાવી દેખાવો કર્યા હતા અને સમાજની અન્ય મહિલાઓ સાથે મળી રૂપાલા વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.