આણંદ નો ૬૧-મો વાર્ષિકોત્સવ તા. 15/03/2024 મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1wbmqqp0on6hqinw/" left="-10"]

આણંદ નો ૬૧-મો વાર્ષિકોત્સવ તા. 15/03/2024 મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો


આણંદ આર્ટસ કોલેજ, આણંદ નો ૬૧-મો વાર્ષિકોત્સવ તા. 15/03/2024 મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. કોમલ સોલંકીએ રજૂ કરી. સંસ્થાગીત બાદ દીપપ્રાગટ્ય થયુ. આચાર્યશ્રી ડૉ. મનોજ પટેલે મહેમાનોનું શબ્દોથી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી, કોલેજની વર્તમાન પ્રગતિનો આછો આલેખ રજૂ કર્યો. ડૉ. પ્રેમચંદ કોરાલીએ શૈક્ષણિક અને ડૉ. સુરેશ ગઢવીએ શિક્ષણપૂરકપોષક પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો. આચાર્યશ્રીએ કોલેજભંડોળમાંથી માનદ્ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલને રૂપિયા એકાવન હજારનો ચેક અર્પણ કર્યો અને સાથે સાથે સંસ્થામાં 22 વર્ષની શ્રેષ્ઠ કામગીરી દરમિયાન 28 સંસ્થાઓનું સફળ સંચાલન કરનાર જ્યોત્સનાબેનનું શાલ અને શીલ્ડ અર્પણ કરીને સન્માન કર્યું. એન. એસ. એસ.ના કન્વીનર તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ ડૉ. મુકેશ જોશીને શિલ્ડ આપીને સન્માનિત કર્યા. નિવૃત્ત થતાં અમિતાબેન ભટ્ટને શાલ ઓઢાડીને શુભેચ્છાઓ પાઠવી, સાથે સ્મૃતિ ભેટથી સન્માન કર્યાં. ડૉ. જીતુ ખાણીયા અને ડૉ. ગુણવંત વ્યાસના નવાં પ્રગટ પુસ્તકોનું વિમોચન મહેમાનોને હસ્તે થયું. જુદા વિષયના , જુદા જુદા વર્ગમાં શ્રેષ્ઠ દેખાવ કરી યુનિવર્સિટી કક્ષાએ મેડલ મેળવનારા અને કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા.
શ્રીમતી જ્યોત્સનાબેને એમના વક્તવ્યમાં સંસ્થાની ઊજળી પરંપરાને યાદ કરી તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને કોલેજ ટીમને NAACમાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરવાની શુભેચ્છા વ્યક્ત કરી. અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત શ્રી હરેશભાઈ શાણીએ આજના સમયનો સંદર્ભ આપી ભુલાતી જતી સંસ્કૃતિ અને સભ્યતાને પુનર્જીવિત કરવાનું પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન સંતરામ મંદિર, કરમસદના મહંતશ્રી મોરારિદાસજી મહારાજનું પ્રેરણાત્મક પ્રવચન વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે દિશાદર્શક બની રહ્યું. મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલે 60 વર્ષના કોલેજના ઇતિહાસનો વિકાસગ્રાફ રજૂ કર્યો અને તેજસ્વી વિદ્યાર્થીઓની ઉજવળ કારકિર્દીને એમના વક્તવ્યમાં વણીને સૌને અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમના અંતે ડૉ. પરેશ પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. ગુણવંત વ્યાસે કર્યું હતું.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]