સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ.


જિલ્લામાં ૭મી મેના રોજ યોજાનારા મતદાન સહિતનાં વિવિધ તબક્કાઓ માટે ચૂંટણીતંત્ર સજ્જ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, સુરેન્દ્રનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ કુલ ૨૧૩૬ મતદાન મથકો પર મતદાન થશે સુરેન્દ્રનગર લોકસભા મતદાર વિભાગમાં ૩૯-વિરમગામ, ૫૯-ધંધુકા, ૬૦-દસાડા, ૬૧-લીંબડી, ૬૨-વઢવાણ, ૬૩-ચોટીલા, ૬૪-ધ્રાંગધ્રા એમ કુલ સાત વિધાનસભા મત વિભાગોનો સમાવેશ થાય છે જિલ્લામાં કુલ ૧૦,૫૩,૮૦૭ પુરુષ મતદારો, ૯૭,૨૪,૧૩ મહિલા મતદારો તેમજ ૩૨ અન્ય મતદારો મળી કુલ ૨૦,૨૬,૨૫૨ મતદારો લોકશાહીનાં આ પર્વમાં ભાગ લેશે જ્યારે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા ૩૫,૬૭૬ જેટલા નવા યુવા મતદારો નોંધાયા છે જિલ્લાનાં કુલ મતદાન મથકો, સંવેદનશીલ મતદાન મથકો, મતદારયાદી, વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી અધિકારીઓ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી ચૂંટણી પ્રક્રિયાનાં મહત્વનાં તબક્કાઓની તારીખ સહિતની વિગતો આપતા સંપટે જણાવ્યું હતું કે જિલ્લામાં ચૂંટણી માટેનું જાહેરનામું તા.૧૨/૦૪/૨૦૨૪નાં રોજ બહાર પાડવામાં આવશે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.૧૯/૦૪/૨૦૨૪ અને ફૉર્મ ચકાસણીની તારીખ ૨૦/૦૪/૨૦૨૪ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ ૨૨/૦૪/૨૦૨૪ રહેશે. જ્યારે તા. ૦૪/૦૬/૨૦૨૪નાં રોજ મતગણતરી હાથ ધરાશે તેમણે પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થાની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના પાલન માટે કુલ ૧૯ જેટલી MCC ટીમોની રચના કરવામાં આવી છે રાજકીય પક્ષો તથા ઉમેદવારોને ચૂંટણી કાર્યાલય ખોલવા અંગે, સભા, સરઘસ તેમજ રેલીની મંજૂરી એક જ જગ્યાએથી મળી શકે તે માટે ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા કક્ષાએ જનસેવા કેન્દ્ર, કલેકટર કચેરી ખાતે તેમજ દરેક વિધાનસભા મતવિભાગ દીઠ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમની રચના કરવામાં આવી છે ચૂંટણી ખર્ચનું દેખરખ નિયંત્રણ સરળ રીતે થાય તે માટે દરેક ઉમેદવારે ફક્ત ચૂંટણી ખર્ચ માટે બેંકમાં અલગ ખાતું ખોલાવવાનું રહેશે સંવેદનશીલ મતદાન મથકો વિશે વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લાનાં કુલ ૩૯૬ સંવેદનશીલ મતદાન મથકો ઉપર પેરામિલીટરી ફોર્સ સહિત ચુસ્ત સલામતી બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ તમામ મતદાન મથકો સહિત કુલ ૫૦ ટકા મતદાન મથકો પરથી મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે જાહેર પ્રજા, રાજકીય પક્ષો, ઉમેદવારો તથા મતદારો આચાર સંહિતનાં ભંગ અને ચૂંટણી સંબંધી ફરિયાદ ઓનલાઈન કરી શકે તે હેતુસર ભારતીય ચૂંટણી પંચ દ્વારા c-vigil એપ્લિકેશન કાર્યરત કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લા કક્ષાએ તથા વિધાનસભા મત વિભાગ કક્ષાએ ખાસ ટીમોની રચના પણ કરવામાં આવશે આ ઉપરાંત, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે ૨૬ એફએસટી, ૫૧ એસએસટી, ૨૪ વીએસટી સહિતની ૧૪૬ જેટલી વિવિધ ટીમો અને ૨૩ ચેક પોસ્ટની રચના કરવામાં આવી છે ઉમેદવારો દ્વારા થતા ચૂંટણી ખર્ચ પર વિશેષ ધ્યાન રાખવા માટે આઈટી, જીએસટી અને સ્ટેટ ટેક્સનાં અધિકારીઓની વિશેષ ટીમોનો પણ આ વખતે સમાવેશ કરવામાં આવ્યો છે ચૂંટણી પ્રક્રિયા સૂચારૂરૂપે પૂર્ણ થાય તે માટે કુલ ૧૯ જેટલા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે આ વખતે જિલ્લામાં કુલ ૪૯ મતદાન મથકો મહિલા કર્મીઓ દ્વારા સંચાલિત, ૭ મતદાન મથકો મોડેલ મતદાન મથકો તરીકે, ૭ મથકો દિવ્યાંગ કર્મીઓ દ્વારા સંચાલિત તેમજ ૧ મતદાન મથક તંત્રનાં સૌથી યુવા કર્મીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી માટે ૧૪,૦૦૦ થી વધુ કર્મીઓ ફરજ બજાવશે ચૂંટણી સંબધિત હેલ્પ લાઈન નંબર વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે, મતદારયાદીમાં નવા નામની નોંધણી માટે અને ચૂંટણી સંબધિત જરૂરી માહિતી માર્ગદર્શન માટે જિલ્લાકક્ષાએ ચૂંટણી શાખા, કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જે કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ છે હેલ્પ લાઈન નંબર (૦૨૭૫૨) ૨૮૭૩૦૦ છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ District Contact Center કલેકટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો છે જેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૫૮૨ બે હન્ટીંગ લાઈન સાથે કાર્યરત કરાયો છે જિલ્લામાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૧૨,૮૭૭ મતદારો અને ૨૮૪૪ દિવ્યાંગ મતદારો એમ મળી કુલ ૧૫,૭૨૧ જેટલાં મતદારો માટે ટપાલ મતપત્રથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે મતદાનની ટકાવારી વધે અને જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે માટે જાગરૂકતા વધારવાની દિશામાં તંત્રને સહયોગ કરવા તેમણે પત્રકારઓને અપીલ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલિસ વડા ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી સહિત જિલ્લાનાં અગ્રણી પત્રકારઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.