શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ તેમજ બીઝનેસ વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ તેમજ બીઝનેસ વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું


શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ તેમજ બીઝનેસ વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સિલ્વર જ્યુબિલી વર્ષ ની ઉજવણી અંતર્ગત પરિવાર ના બીઝનેસમેન માટે દક્ષીણ ગુજરાત ની સૌથી મોટી મહાજન ની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ ની પ્રવૃતિઓ ને જાણવા તથા ચેમ્બર વિષે વિસ્તૃત માહિતી મેળવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ ની વિઝીટ નું આયોજન કરવા માં આવેલ આ અંગે વધુ માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર સુરત ના ચેમ્બર વિઝીટ ના કો- ઓર્ડીનેટર શ્રી જનકભાઈ વઘાસીયા અને પૂર્વ પ્રમુખ શ્રી વિનુભાઈ વઘાસીયા એ જણાવ્યું કે પરિવાર ના પ્રમુખ શ્રી ડો જગદીશ વઘાસીયા અને મહામંત્રી શ્રી નીખીલ વઘાસીયા ના માર્ગદર્શન હેઠળ આજરોજ ચેમ્બર ની વિઝીટ નું આયોજન કરેલ, જેમાં પરિવાર ના તમામ સભ્યો ને મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન કરવા માટે જણાવેલ અને તે અંતર્ગત ૩૫ જેટલા સભ્યો એ ચેમ્બર ની વિઝીટ માટે ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવેલ, અહી આવી અમો ને ચેમ્બર ના પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસીયા દ્વારા ચેમ્બર વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ, ચેમ્બર ના ઈતિહાસ થી માંડી ચેમ્બર દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓ વિષે જાણકારી આપવામાં આવેલ. ચેમ્બર દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રશ્નો નું નિરાકરણ લાવવું, બીઝનેસમેન ને મદદ રૂપ થવું , ચેમ્બર ના માધ્યમ થી એક્ષ્પોર્ટ નો બીઝનેસ કેમ વધારી શકાય તેમજ ચેમ્બર ના સભ્ય બનવાથી થતા ફાયદા વિષે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવેલ અને વિઝીટ કરનાર સભ્યો માંથી ઘણા મિત્રો એ ચેમ્બર ના મેમ્બર બનવા માટે પણ તત્પરતા બતાવેલ. વિઝીટ દરમિયાન ચેમ્બર ના ઉપ પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તમામ મિત્રો ને ઓટો એક્સ્પો ની વિઝીટ કરાવવા માં આવેલ. ચેમ્બર ની વિઝીટ બાદ ઇન્ડસ્ટ્રી ની વિઝીટ અંગે માહિતી આપતા ઇન્ડસ્ટ્રી વિઝીટ ના કો-ઓર્ડીનેટર શ્રી જીતુભાઈ વઘાસીયા એ જણાવેલ કે પરિવાર ના સભ્યો ને આજરોજ સચિન ખાતે આવેલ ગુલમહોર ગ્રુપ ની વિઝીટ કરવાનું નક્કી કરેલ અને તે અંતર્ગત ગુલમહોર ગ્રુપ ની વિઝીટ કરાવેલ જ્યાં ટેક્ષ્ટાઇલ મશીનરી વિષે સભ્યો ને જાણકારી આપવામાં આવેલ તેમજ તમામ સભ્યો નો પરિચય દ્વારા એક બીજા ના બીઝનેસ વિષે માહિતી ની આપ-લે કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.