સાબરકાંઠા જિલ્લાના:- ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી પાવડરના કોથળાઓની આડમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરતું ટ્રેઇલર (ટ્રક)ને ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૫૮,૧૬,૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ - At This Time

સાબરકાંઠા જિલ્લાના:- ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી પાવડરના કોથળાઓની આડમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરતું ટ્રેઇલર (ટ્રક)ને ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૫૮,૧૬,૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ


સાબરકાંઠા જિલ્લાના:-
ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી પાવડરના કોથળાઓની આડમાં ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરતું ટ્રેઇલર (ટ્રક)ને ઝડપી પાડી કુલ્લે કિ.રૂ. ૫૮,૧૬,૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
સાબરકાંઠા..........
-------------------------------------------------------------------------------
પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા, સાહેબ નાઓએ પ્રોહીબીશનની બદી સંપુર્ણપણે નાબુદ કરી નાંખવા આપેલ સુચના આધારે પો.ઇન્સ. એલ.સી.બી. શ્રી એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા, તથા એ.એસ.આઇ વિક્રમસિંહ તથા હે.કો. સનતકુમાર તથા પો.કો. પ્રહર્ષકુમાર, અમરતભાઈ, પ્રકાશભાઇ, વિજયભાઇ, અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. રમતુજી, કાળાજી, વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ.

ઉપરોક્ત ટીમ આજરોજ ગાંભોઇ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી વોચમાં હતી દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, “રાજસ્થાન તરફથી ઇગ્લીંશ દારૂનો જથ્થો ભરેલ એક અઢાર ચક્કા (ટાયર) વાળી RT 18-GA-4377 નંબરનું ટ્રેઇલર શામળાજી તરફથી સાબરકાંઠા જીલ્લામાં થઇ અમદાવાદ તરફ જનાર છે" જે બાતમી હકીકત આધારે મોજે આગીયોલ બેરણા ચોકડી ખાતે હાઇવે રોડ ઉપર આવી વાહનોની વોચમાં હતાં દરમ્યાન ગાંભોઇ તરફથી ઉપરોક્ત બાતમી મુજબનુ ટ્રેઇલર આવતા તેને રોકી ટ્રેઇલરની અંદર જોતાં ઇંગ્લીશદારૂની કુલ પેટી નંગ - ૬૯૭ માંથી મળેલ કુલ્લે બોટલ નંગ-૮,૩૬૪ કિ.રૂ.૪૭,૫૪,૧૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા ટ્રેઇલર (ટ્રક) રજી નંબર RJ-18-GA-4377 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા તાડપત્રી નંગ-૫ કિ.રૂ ૫,૦૦૦/- તથા સોડા ફેલોફર પાવડર ભરેલ મીણીયા કોથળા નંગ-૨૨૮ કિ.રૂ. ૫૧૯૦૦/- મળી કુલ કિ.રૂ.૫૮,૧૬,૦૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી મનિષકુમાર સ/ઓ ગિરધારીસિંહ નાથુરામ જાંખડ(જાટ), ઉ.વ. ૩૩, રહે. સાં, દરવાજા મહોલ્લા, તા.લક્ષ્મણગઢ, થાના.બલારાં, જી.શિકર (રાજસ્થાન) નાને તા.૨૫/૦૬/૨૦૨૨ ના રોજ ડિટેઇન કરી ગાંભોઇ પો.સ્ટે. ખાતે સોંપી આરોપી વિરૂધ્ધ ગંભોઇ પો.સ્ટે. સી પાર્ટ ગર.નં. ૧૧૨૦૯૦૧૪૨૨૦૫૭૧/૨૦૨૨ પ્રોહિ એકટ ક.૬૫એઇ, ૮૧, ૮૩ મુજબ ગુન્હો નોંધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ અર્થે ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી

- મનિષકુમાર સ/ઓ ગિરધારીસિંહ નાથુરામ જાંખડ(જાટ), ઉ.વ. ૩૩, રહે. સાંખ્ દરવાજા મહોલ્લા, તા.લક્ષ્મણગઢ, થાના.બલાર, જી.શિકર (રાજસ્થાન)

પકડવાનો બાકી આરોપી:-
કિશોર જાટ રહે.બલારાં,બસ સ્ટેન્ડ પાસે,તા.લક્ષ્મણગઢ,થાના બલારાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.