વેલાળા (ધ્રા) પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

વેલાળા (ધ્રા) પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


*મુળી ના વેલાળા શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

*પ્રાથમિક સુવિધા માટે ગામલોકો એ બે લાખ નો લોકફાળો આપી કર્યું ઉમદા કાર્ય*

મુળી ના વેલાળા શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચાર્ય નવીનભાઈ ઉદેશા અને શિક્ષકો એ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ પંચાયત સભ્યો એસ.એમ.સી.કમીટી સાથે તાલુકા અધિકારી શ્રીમાળી સાહેબ પ્રકાશભાઈ દેગામા, યશપાલ સિંહ પરમાર, હાજર રહી વિધાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવેલ હતાં અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિધાર્થીઓ ને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને ખાસ કન્યા કેળવણી માટે વાલીઓ ને અપીલ કરવામાં આવી હતી જેમાં આવેલ અધિકારીઓ નું સ્વાગત કરેલ અને વેલાળા નાં ગામજનો દ્વારા શાળામાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપનાર અશોકભાઈ ગોરધનભાઈ મકવાણા દ્વારા બાળકોને પીવાનાં પાણી માટે રૂપિયા ૫૧ હજાર નું દાન આપવામાં આવેલ અમૃતભાઈ મકવાણા દ્વારા રૂપિયા ૧૦ હજાર મનસુખ ભાઇ રંગપરા દ્વારા રૂપિયા ૩૦ હજાર સહિત ગ્રામજનોએ રૂપિયા કુલ બે લાખ નો લોકફાળો શાળા માં અર્પણ કરતાં તાલીઓ નાં ગડગડાટ થી વધાવી લીધાં હતાં સમગ્ર શાળા વતી આચાર્ય દ્વારા તમામ દાતાઓ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે યુવા આગેવાન અશોકભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે તાલુકા માં વેલાળા ની શાળા નો શિક્ષણ બાબતે અવ્વલ નંબરે છે વાલીઓ ને સંદેશ આપેલ કે શિક્ષણ જ સમાજ અને દેશમાં બદલાવ લાવી ઉચ્ચ શિખરો સર કરે છે ત્યારે કન્યા કેળવણી મહોત્સવ માં કોઈ પણ દિકરી દિકરા શિક્ષણ થી વંચિત ન રહે તે આપણી સમુહ જવાબદારી બને છે આ તકે વૃક્ષ રોપણ ,ઈનામ વિતરણ,સાથે સમુહ ભોજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટીસંખ્યામાં બહેનો વાલીઓ વિધાર્થીઓ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.