"શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ આણંદમાં રોજગાર ભરતી મેળાનું આયોજન" - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1livbpn3vxdznvrb/" left="-10"]

“શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ આણંદમાં રોજગાર ભરતી મેળાનું આયોજન”


"શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ આણંદમાં રોજગાર ભરતી મેળાનું આયોજન"

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજ, આણંદના પ્લેસમેન્ટ વિભાગ અને ટાટા સ્ટ્રાઇવના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 13/03/2024 ને બુધવારના રોજ કોલેજ કેમ્પસ ખાતે કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોજગાર ભરતી મેળામાં લાઈટ ફાઇનાન્સ, સાંઈ ફાઇનાન્સ, વૃદ્ધિ ફાઇનાન્સ, એચડી બી ફાયનાન્સ જેવી સંસ્થાઓ વતી તેમના પ્રતિનિધિઓ નીલ સોની, રવિકાંત પરમાર, વિશ્વજિત વાઘેલા અને ધર્મેશભાઈ પટેલ વગેરેએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લઈ તેમને રોજગારીની તકો પૂરી પાડી હતી.
આ રોજગાર ભરતી મેળામાં કોલેજમાંથી ટાટા સ્ટ્રાઇવમાં તાલીમ લેનાર વિદ્યાર્થીઓ તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો પણ રોજગારી પ્રાપ્ત કરવા માટે ઇન્ટરવ્યૂ માટે આવ્યાં હતાં.
ટાટા સ્ટ્રાઇવના શ્રી વિપુલભાઈ, ડિમ્પલબેન તેમજ ચિરાગભાઈએ રોજગાર તાલીમ અને ભરતી મેળાના આયોજન અંગે માહિતી પૂરી પાડી હતી. ટાટા સ્ટ્રાઇવના બહેનશ્રી ડિમ્પલ બારોટે મહેમાનોનો પરિચય આપ્યો હતો.
કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું તેમજ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા વિદ્યાર્થીઓને આ ભરતી મેળાનો લાભ લઈ રોજગારીની તક પ્રાપ્ત કરવા માટે આહવાન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલ શક્તિઓને પીછાણીને, પોતાના આત્મવિશ્વાસને મજબૂત કરવા તેમજ સ્કીલની સાથે વીલના મહત્વ અંગે સમજ પૂરી પાડી હતી. કોલેજ કેમ્પસમાં જ મળેલી આવી તકનો લાભ લઇ પોતાનો, કુટુંબનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરવા માટે સંકલ્પબદ્ધ થવા માટે આહવાન કર્યું હતું. તેમણે મોટી સંખ્યામાં રોજગાર ભરતી મેળામાં હાજર રહેવા બદલ કોલેજ અને અન્ય કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યાં હતા.
કોલેજના પેલેસમેન્ટ સેલના કન્વીનર પ્રાધ્યાપક સુભાષ વિરોલા, કો-કન્વીનર ડૉ. મુકેશભાઈ જોશી અને અરવિંદભાઈ જાદવે રોજગાર ભરતી મેળા અંગે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી, ઇન્ટરવ્યૂમાં જરૂરી બાબતો અંગે માહિતી પૂરી પાડી હતી.
આ રોજગાર ભરતી મેળાનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કોલેજના પ્લેસમેન્ટ સેલના સુભાષ વિરોલા, મુકેશભાઈ જોષી અને અરવિંદભાઈ જાદવ તેમજ ટાટા સ્ટ્રાઇવના વિપુલભાઈ, ડિમ્પલ બારોટ અને ચિરાગભાઈના આયોજન અને સહકારથી કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ કિંજલ, અંજના, સંગીતા, રોશની, યોગેશ, મિહિર, જગદીશ, ક્રિના, જયેશ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાની સેવાઓ પૂરી પાડી હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]