હળવદના કેદારીયા ગામે હિટ એન્ડ રનની ઘટના: આઠ વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0ttok70uucd3pk48/" left="-10"]

હળવદના કેદારીયા ગામે હિટ એન્ડ રનની ઘટના: આઠ વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત


આ બાબતની જાણવા મળતી માહિતી મુજબ આજે ફરી કેદારીયા ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કેદારીયા ગામના ત્રણ બાળકો રોડ ક્રોસ કરી રહ્યાં હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા ડમ્પર ચાલકે બાળકને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં આઠ વર્ષના બાળક ક્રિષ્ના દેવજીભાઈ મજેઠીયાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. અને ગ્રામજનોએ

આજુબાજુના સીસીટીવીની તપાસ કરી એક ડમ્પર | પકડી પાડયું હતું. અને આ ડમ્પર પકડીને પોલીસ ! હવાલે કર્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદમાં દોડતા બેલગામ ડમ્પરો પર લગામ ક્યારે ?

હળવદમાં માતેલા સાંઢની માફક ડમ્પરો દોડતા હોય છે. અને અનેક વખત જીવલેણ ઘટનાઓ પણ બની છે. ત્યારે આવી ઘટનાઓનું પૂનરાવર્તન ના થાય તેના માટે તંત્ર દ્વારા ડ્રાઈવરોની ચકાસણી કરવી જરૂરી છે. જેમાં નશાની હાલતમાં, સગીર ડ્રાઈવરો, નંબર પ્લેટ વિનાના અને ઓવરલોડ ડમ્પરો બેફામ તંત્રની રહેમ નજર હેઠળ દોડતા હોવાનો લોકો આરોપ લગાવી રહ્યાં છે. ત્યારે આવા બેફામ અને બેલગામ ડમ્પરો સામે તંત્ર લગામ ક્યારે લગાવશે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]