સાયલા માં મતદાતા લોકજાગૃતિ માટે મતદાન નિદર્શન યોજાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qqjig0xbsea1duco/" left="-10"]

સાયલા માં મતદાતા લોકજાગૃતિ માટે મતદાન નિદર્શન યોજાયું.


ટૂંક સમયમાંજ લોકસભાની ચૂંટણી આવી રહી છે. એવા સમયે ગામડાઓમાં લોકોને મતદાન માટે જાગૃતિ ની જરૂર છે. ગામડાઓમાં હજુ પણ લોકો મતદાન કરવા માટે નીરુત્સાહી અનુભવે છે. એવા વિસ્તાર માં લોકસભા ચૂંટણી પૂર્વે ગામડાઓમાં લોકોને ખાસ કરીને સ્ત્રીઓને તથા નવા મતદાતા હોય તેવા મતદારોને જાગૃત કરવા માટે લોકજાગૃતિ રથ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તથા લોકોને ઈ.વી.એમ મશીન દ્વારા કેવી રીતે મતદાન કરવું તથા કેવીરીતે કામ કરે છે તે વિશે માહિતી આપવામાં આવે છે.
ત્યારે સાયલા તાલુકાના ગામડાઓમાં લોકજાગૃતિ રથ ના અધિકારી વી કે પરમાર (ઝોનલ ઓફિસર,) જસવંતસિંહ .બી.પરમાર (આસી.ઝોનલ ઓફિસર,) આર.વી. દલવાડી (માસ્ટર ટ્રેનર.)તથા સાથે આવેલ હબીબભાઈ બાબી, હોમગાર્ડ જવાન મનસુખભાઇ ઝાપડિયા દ્વારા સેજકપર, સુદામડા, ધાંધલપુર માં લોકોને ઈવીએમ નિદર્શન યોજવામાં આવ્યું. જેમાં ગામલોકોએ પ્રેક્ટિકલ રીતે મતદાન કરાવીને માહિતગાર કર્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]