જિલ્લા ચૂંટણી અધિકારીઅને કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે આવેલા મીડિયા સેન્ટરનેરીબિન કાપી ખુલ્લુ મૂક્યું - At This Time

જિલ્લા ચૂંટણી અધિકારીઅને કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જિલ્લા માહિતી કચેરી- હિંમતનગર ખાતે આવેલા મીડિયા સેન્ટરનેરીબિન કાપી ખુલ્લુ મૂક્યું


વિજેતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.

      આ સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે પધારેલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ માહિતી કચેરીની કામગીરીને બિરદાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું અને મિડીયાના મિત્રો સાથે સંવાદ કર્યો હતો.

       આ પ્રસંગે  નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછાર, નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી દિપ્તિ પ્રજાપતિ, ચૂંટણી  મામલતદારશ્રી કચોટ, સિનિયર સબ એડિટરશ્રી હરીષ પરમાર  મોટી સંખ્યામાં પત્રકારો  મિત્રો સહિત જિલ્લા માહિતી કચેરીનો અને ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.