ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%9c%e0%ab%87-%e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0/" left="-10"]

ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું


એક વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામુ આપ્યું હતું ત્યાર બાદ આખી સરકાર જ બદલાઈ ગઈ હતી.

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્ત્વવાળી સરકારને આજે એક વર્ષે પૂર્ણ થયું છે ત્યારે આ અવસરે ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આજે ગુજરાત સરકારે યુવાનોને રોજગારી મળે તે હેતુથી સેમી કંડકટરને લઈને એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુથી ગુજરાત રાજ્યના અંદાજે એક લાખ જેટલા યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવશે. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જણાવ્યું હતું કે સેમી કંડકટર બાબતે દેશ આગળ વધે તે માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિઝન જોયું હતું અને તેનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું એક સપનું સાકાર થશે. આ એમઓયુ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીયના સાયન્સ અને ટેક્નોલીજી મંત્રી અશ્વિન વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અશ્વિન વૈશ્વણે જણાવ્યું હતું કે સેમી કંડકટરની પોલિસી બાબતે કામગીરી કરવામાં આવી છે અને પોલીસ પણ બનાવવામાં આવી છે. સેમી કંડકટર ભારતમાં ઝડપથી જ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં એક લાખ 54 હજારનું રોકાર સરકાર કરી રહી છે જેનાથી ભવિષ્યમાં નોકરીની વિપુલ તકો ઉભી થાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]