કેલિફોર્નિયામાં વિકરાળ આગને કારણે 40 હજાર લોકોએ ઘર છોડી દીધું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%95%e0%ab%87%e0%aa%b2%e0%aa%bf%e0%aa%ab%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b3-%e0%aa%86/" left="-10"]

કેલિફોર્નિયામાં વિકરાળ આગને કારણે 40 હજાર લોકોએ ઘર છોડી દીધું


આ વિકરાળ આગથી 100 મકાનો અને અન્ય ઈમારતો નાશ પામ્યા હતા અને લાખોનું નુકશાન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે
કેલિફોર્નિયામાં આગથી પ્રભાવિત વિસ્તારમાં લગભગ 44,000 લોકો રહે છે. આગની શરૂઆતના સ્થળથી ઉત્તર-પશ્ચિમમાં 16 કિમી દૂર પહાડી વિસ્તારમાં પણ આગ લાગી છે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સેક્રામેન્ટોથી 370 કિલોમીટર ઉત્તરમાં સિસ્કીયુ કાઉન્ટી નજીક ક્લામથ નેશનલ ફોરેસ્ટમાં લાગેલી આગ 4,000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આગમાં 100 મકાનો અને અન્ય ઈમારતો બળીને ખાખ થઈ ગઈ હતી. 40 હજારથી વધુ લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળો તરફ ભાગવું પડ્યું છે.

શનિવાર સુધી માત્ર 20 ટકા જ આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી પ્રભાવિત વિસ્તારમાં લગભગ 44,000 લોકો રહે છે. આગની શરૂઆતના સ્થળથી ઉત્તર-પશ્ચિમમાં 16 કિમી દૂર પહાડી વિસ્તારમાં પણ આગ લાગી છે. અત્યાર સુધીમાં તે 3,400 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી આગની લપેટો દેખાઈ રહી છે.

આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટર સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ આગને કારણે લખો રૂપિયાનું નુકશાન થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગને કારણે જનજીવન પર પણ અસર થઇ છે અને લોકો દૂર દૂર ઘર છોડી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]