ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન 24મી ફેબ્રુઆરી સુધી બદલાયેલા રૂટ પર દોડશે - At This Time

ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન 24મી ફેબ્રુઆરી સુધી બદલાયેલા રૂટ પર દોડશે


ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન 24મી ફેબ્રુઆરી સુધી બદલાયેલા રૂટ પર દોડશે

દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન(12756)ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર,દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા ડિવિઝનમાં બ્લોકને કારણે,ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 12756 ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન 24.02.2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વિજયવાડા જં.-ગુડીવાડા જં.-ભીમવરમ ટાઉન-નિડદવોલુ જં.થઈને પસાર થશે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.