એ.આર.ઓ. શ્રી રાજેશ્રી વાંગવાણીએ મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટ્રોંગરૂમ અને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું
રાજકોટ તા. ૧૫ ... રાજકોટ લોકસભા સંસદીય બેઠક માટે કણકોટ સરકારી ઇજનેર કોલેજ ખાતે આગામી તા. ૪ જૂનના રોજ મતગણતરી કરવામાં આવનાર છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇ.વી.એમ. અને વી.વી.પેટને કાલાવડ રોડ, કણકોટ સરકારી ઇજનેર કોલેજ ખાતે લશ્કરી દળોના જવાનોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ઇ.વી.એમ. અને વી.વી.પેટ માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થામાં મતગણતરી કેન્દ્રનું મુખ્ય પ્રવેશદ્વાર, બિલ્ડીંગ તેમજ કેન્દ્રના તમામ રૂમ પર સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે એ.આર.ઓ. શ્રી રાજેશ્રી વાંગવાણીએ સ્ટ્રોંગરૂમ, સીલીંગરૂમ તથા કંટ્રોલરૂમની સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
હવામાન વિભાગ દ્રારા કરવામાં આવેલી હિટવેવની આગાહીને ધ્યાને રાખીને કણકોટ સરકારી ઇજનેર કોલેજ ખાતે સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા જવાનો તથા સ્ટાફની તબિયતની પણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે. તે માટે મેડીકલ, ફાયર બ્રીગેડના જવાનો સહીતનો સ્ટાફ ૨૪x૭ ફરજ નિભાવી રહ્યો છે. કંટ્રોલરૂમની સુરક્ષા માટે ૨૪x૭ ક્લાસ વન અધિકારીઓને ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.