દહેગામના નવાનગર ગ્રામજનો દ્વારા ભારત સંકલ્પ યાત્રા અટકાવતા નેતાઓમાં સોપો પડી ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ldiomf3eewn0vulb/" left="-10"]

દહેગામના નવાનગર ગ્રામજનો દ્વારા ભારત સંકલ્પ યાત્રા અટકાવતા નેતાઓમાં સોપો પડી ગયો


નવાનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગ્રામજનોએ રોડ બનાવવા બાબતે અટકાવી..
............................................

દહેગામ તાલુકાના નવાનગર મુકામે જન જન સુધી જનકલ્યાણની વિવિધ યોજનાઓ પહોંચાડવાના ઉત્તમ હેતુસર શરૂ કરવામાં આવેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યું.તથા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા ગીત રજુ કરી પ્રાકૃતિક ખેતી અંતગર્ત નાટક કરવામાં આવ્યું. હતુ અને નવાનગર ગ્રામજનો દ્વારા રખિયાલ થઈ બદપુર, નવાનગર રોડ વિશે રજૂઆત કરવામાં આવી વિકાસ રથના જ્યાં સુધી રોડનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ગ્રામજનો ધેટની બહાર ઉભા રહ્યા આખરે આવેલ અધિકારી દ્વારા એક કલાક ની ચર્ચા બાદ રોડ ખાતાના અધિકારીઓ દ્વારા લેખીતમાં રોડ બનાવવાની સંમતિ આપવામા આવી હતી. ત્યાર બાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાયૅકમ યોજાયો તેમજ સુલેહ શાંતિ નો ભંગ ન થાય તે માટે સી પી આઈ રાઠોડ સાહેબ તથા પી એસ આઈ ગઢવી સાહેબે પોલીસ બંદોબસ્ત રાખી આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા સંગઠનના પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભરતસિંહ ઝાલા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ મનુસિંહ મકવાણા, મહામંત્રી રાજુભાઈ તથા આજુબાજુના ગામના સરપંચો શાળાના શિક્ષકો, કમૅચારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા...


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]