અંકેવાળીયા શૂરવીરધામના દ્ધિતીય નવચંડી મહાયજ્ઞ તેમજ ડાયરાનું આયોજન કરાયું
અંકેવાળીયા શૂરવીરધામના દ્ધિતીય નવચંડી મહાયજ્ઞ તેમજ ડાયરાનું આયોજન કરાયું
સંતો-મહંતોની હાજરીમાં વિવિધ કાર્યક્રમ યોજાયા: નવચંડી મહાયજ્ઞનું આયોજન
આ સમગ્ર કાર્યક્રમ વીરભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહબાપુ મહંત દાદાબાપુ ધામ પચ્છમ ભાલના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો.
બરવાળા તાલુકાના અકેવાળીયામાં શૂરવીરધામ મુકામે કુલદીપસિંહ ચાવડા દ્વારા ધામનો દ્વિતીય પાટોત્સવ નિમિત્તે નવચંડી મહાયજ્ઞનું આયોજન થયું હતું. સાધુ-સંતો મહંતોનું સ્વાગત સન્માન સામૈયા અને રાત્રે દાદાના ડાયરોનું આયોજન કરાયું હતું.
ભાલ પંથકમાં સનાતન હિંદુ ધર્મના ઉજાગર કરતા જુદા આશ્રમો અને ધાર્મિક જગ્યાઓ દ્વારા જુદા કાર્યક્રમો જે યોજાઈ રહ્યા છે એમાં આ કાર્યક્રમનું પણ એક વિશેષ મહત્વ છે. કારણ કે આ કાર્યક્રમ એક 21 વરસ ના અને સહુ થી નાની વયના નવયુવાન વીર સેવક કુલદીપ સિંહ ચાવડાના
સંકલ્પ અને શ્રદ્ધા થકી યોજાઈ રહ્યો છે. જેમાં હજારો યુવાનો જોડાઈ અને સનાતન હિંદુ ધર્મના ઉજાગર કરતા કાર્યક્રમોમાં જુદી જુદી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ વીરભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહબાપુ મહંત દાદાબાપુ ધામ ભાલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં પીઠાધીશ મહામંડલેશ્વર 1008 શ્રી આશુતોષ ગિરી મહારાજ ભીમનાથ મહાદેવ, મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવનદાસજી મહારાજ મહામલેશ્વર 1008 શ્રી જગદેવદાસજી નાગનેશ ધામ, 1008 લક્ષ્મણજી મંદિર મહામંડલેશ્વર નિર્મળદાસજી મહારાજ બરવાળા, 1008 મહારાજ, ગંગામૈયા આશ્રમ કાપડીયાળી અને વિશેષ ઉપસ્થિતિ મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી રામ બાલકદાસજી મહારાજ વડવાળા મંદિર દુધઈ તેમજ ભક્તભૂષણ
જનકસિંહ અમરધામ છલાળા, આઈમાં શ્રી દક્ષાબા મોગલધામ તરઘરા, સેવાભૂષણ શાંતિલાલ મહંત, અઢીઆખરી મેલડીમાં ધામ લીમડી સેવાના ભેખધારી અને સમૂહ લગ્ન કરતાં ગોકાભગત મહંત અઘોરી મસાણી મેલડીમાનુ મંદિર ગોધાવટા તેમજ ભક્તરાજ શ્રી વિક્રમ બાપુ શાંતિ આશ્રમ બગડ તેમજ બલિદાનની વિરોની ચેતનાને વહન કરતા વીર સેવક પરબતસિંહ રાઠોડ, રતન સિંહ દાદા ધામ છારોડીયા તેમજ વીર સેવક દિનભા ચાવડા કુબેરભા ધામ રામપરા તેમજ કનકસિંહ વડિયા ધામ તેમજ વિશુભા હાસલપુર તેમજ રામદાસ બાપુ ખોડીયાર મંદિર જાળીલા જેવા સંતો મહંતોએ આ સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.