મેંદરડા પોલીસ દ્વારા ભરણ પોષણ કેસમાં ચાર મહિનાથી ફરાર આરોપીને પકડી જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ - At This Time

મેંદરડા પોલીસ દ્વારા ભરણ પોષણ કેસમાં ચાર મહિનાથી ફરાર આરોપીને પકડી જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ


મેંદરડા પોલીસ દ્વારા ભરણ પોષણ કેસમાં ચાર મહિનાથી ફરાર હરીપુરનો શખ્સ ઝડપાયો
તાલુકાના હરીપુર ગામના શખ્સને બાતમીના આધારે મહિલા પીએસઆઇ સહિત ટીમ દ્વારા દબોચી જુનાગઢ જેલ હવાલે કર્યા
ભરણ પોષણ કેસમાં ચાર મહિનાથી હરીપુર ગીરના શખ્સને મેંદરડા પોલીસે દબોચી જુનાગઢ જેલ હવાલે કરેલ ભરણપોષણ ના કેસમાં જુનાગઢ ફેમિલી કોર્ટે મેંદરડાના હરિપુરના આરોપી ઈનુસ ઉર્ફે કાસમ ફતેહ મહમદ સુમરા નું જેલ સજા વોરંટ બજવણી માટે મેંદરડા પોલીસને મોકલવામાં આવેલ હતું પરંતુ આ આરોપી છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો હતો ત્યારે એસપી હર્ષદ મહેતા અને ડી.વાય.એસ.પી હિતેશ ધાંધલ્યા સી.પી.આઈ એન.એલ.પાંડોર ના માર્ગદર્શન હેઠળ મેંદરડાના મહિલા પી.એસ.આઇ એસ એન સોનારા અને તેમની ટીમ દ્વારા આરોપીને બાતમીના આધારે હરીપુર ગામના પાદર માંથી ઝડપી પાડી જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ હતો
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.