આવતીકાલે વિસાવદર વિધાનસભામાં શકિતસિંહ ગોહિલ રાજયસભા સાંસદનો લોકસંપકૅ - At This Time

આવતીકાલે વિસાવદર વિધાનસભામાં શકિતસિંહ ગોહિલ રાજયસભા સાંસદનો લોકસંપકૅ


વિસાવદર વિધાનસભામાં શકિતસિંહ ગોહિલ રાજયસભા સાંસદનો લોકસંપકૅ
કોગ્રેસની સીટ જાળવવા કોંગી કાયૅકરોની સતત દોડધામ

વિધાનસભાની ચૂટણીના ઢોલનગારા વાગી રહયા છે ત્યારે છેલ્લા કેટલાય વખતથી વિસાવદરની બેઠક કોગ્રેસના ખાતે રહેલ છે.પણ તેમાં ચૂંટાયેલા ધારાસભ્યે કેસરીયો ધારણ કરતા.શિષૅની જવાબદારી અડીખમ અને યુવા નેતાઓ ભરત અમીપરા(જીલ્લા કોગ્રેસ પ્રમુખ),ચંદ્રિકાબેન વાડદોરીયા(જીલ્લા પંચાયત સદસ્યા), કરસનભાઈ વાડદોરિયા (તાલુકા કોગ્રેસ પ્રમુખ) ,ભરતભાઈ વીરડીયા(જીલ્લા કોગ્રેસ ઉપપ્રમુખ) ના શિરે આવેલ છે જેના ભાગરૂપે તા.૦૫/૧૧/૨૦૨૨ના રોજ કોગ્રેસના તેજાબી નેતા અને સંસદમાં વિપક્ષની જબરજસ્ત ભૂમિકા અદા કરતા રાજયસભા સાંસદ શકિતસિંહ ગોહિલ વિસાવદરમાં જનસંપકૅ સાથે લોકોને કોગ્રેસની વિચારધારા સાથે જોડાવવા પ્રયાસો કરશે.બપોરે ૨:૦૦ કલાકે વિસાવદરના જુના બસસ્ટેન્ડમાં આ જન સંપકૅ કાયૅક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.તેવી વિસાવદરની જનતામાં ચર્ચા થઇ રહી છે.આ કાયૅક્રમમાં વિસાવદરની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા તાલુકા કોગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડદોરીયાએ આમંત્રણ આપેલ છે.કાયૅક્રમને સફળ બનાવવા કોગ્રેસના અડીખમ કાયૅકરો ખૂબ જ જહેમત ઉઠાવી રહયા છે

રિપોર્ટ મુકેશરીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.