ભિલોડાના ગલીસેમરો ગામે મકાનમાંથી ૧૭.૯૦૦ કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો - At This Time

ભિલોડાના ગલીસેમરો ગામે મકાનમાંથી ૧૭.૯૦૦ કિલો ગાંજા સાથે શખ્સ પકડાયો


રાજસ્થાનથી બાઇક ઉપર ગાંજો લઈ આવીને શખ્સ ઘરે વેપલો કરતા એસઓજીએ દરોડા પાડ્યાં, ગાંજા સહિત ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત. આરોપી સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ. ભિલોડા તાલુકાના ગલીસેમરો ગામે એક રહેણાંકના મકાનમાંથી એસઓજીની ટીમે બાતમીના આધારે ૧૭.૯૦૦ કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આ ગાંજો રાજસ્થાનમાંથી લાવી ગેરકાયદેસર વગર પાસ પરમીટે નશીલા પદાર્થ ગાંજાનો. વેપાર ઘરેથી આ ઈસમ કરતો હોવાનું માલુમ પડતાં પોલીસે રેડ કરીને ઘરમાંથી ગાંજાને જથ્થો ઝડપી લીધો હતો. આ સાથે મોબાઈલ ૨ મળી કુલ રૂ.૧,૮૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ નાર્કોટીક્સ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.