બિલ્ડર નવલ ઠક્કરના જામીન નામંજૂર.

બિલ્ડર નવલ ઠક્કરના જામીન નામંજૂર.


સંબંધીની જ પુત્રી પર નજર બગાડીને બળાત્કાર કરનાર કાન ગૃપના પરિણીત બિલ્ડર નવલ દિપક કુમાર ઠક્કર હાલ જેલમાં છે . જેલમાંથી મુક્ત થવા માટે નવલે વડોદરા કોર્ટમાં કરેલી જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી દીધી છે . શહેરમાં રિઅલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા કાન્હા ગૃપના નવલ ઠક્કરે ( રહે . કાન્હા- આમ્રકુંજ સોસાયટી , ઇલોરાપાર્ક , વડોદરા ) સંબંધીની પુત્રીને જ પોતાની જાળમાં ફસાવી હતી . પઅકોટા વિસ્તારમાં આવેલી એસોસિએટ્સ સોસાયટીમાં નવલનું એક મકાન આવેલુ છે અહી તે સંબંધીની પુત્રીને વારંવાર લઇને આવતો હતો અને તેની સાથે મરજી વિરૃધ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો . આ સંદર્ભે સંબંધીની પુત્રીએ તા . ૧ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ નવલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી . હાલમાં જેલમાં રહેલા નવલે જામીન અરજી મુકી હતી તેની સામે ફરિયાદીના વકીલ જગદીશ રામાણીએ દલીલો કરી હતી કે ચાર્જશીટ પહેલા પણ નવલ જામીન અરજી મુકી ચુક્યો છે જે રિજેક્ટ થઇ હતી . આ નવી જામીન અરજીમાં પણ જામીન માટેના એ જ કારણો છે જે અગાઉની અરજીમાં હતા તેના પર કોર્ટ તેનો નિર્ણય આપી ચુકી છે . માત્ર ચાર્જશીટ દાખલ થાય તેને બદલાતા સંજોગો ગણી શકાય નહી અને તે કારણથી જામીન મંજૂર ના કરવા જોઇએ .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »