વડોદરામાં યુવક - યુવતીએ UK ના સ્ટુડન્ટ વિઝાના નામે 24 લાખ રૂપિયા ગુમાવ્યા . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/32hyzlmut2j4lbdo/" left="-10"]

વડોદરામાં યુવક – યુવતીએ UK ના સ્ટુડન્ટ વિઝાના નામે 24 લાખ રૂપિયા ગુમાવ્યા .


વડોદરામાં એક યુવક અને યુવતીને UK ઉચ્ચ અભ્યાસની લાલચ આપી તેમની પાસેથી 24 લાખ ઉપરાંતની છેતરપિંડી આચર્યાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે . ઉલ્લેખનીય છે કે છેતરપિંડી કરનાર સાગર પટેલ સામે અગાઉ પણ વિઝાના નામે ઠગાઈની ફરિયાદ નોંધાઇ છે . યુવતીનું વિદેશમાં ભણવાનું સપનું રોળાયું શહેરના હરણી ગામ મોટા ફળિયામાં રહેતી યુવતી મિત્તલ દક્ષેશગીરી ગોસ્વામીએ ગેંડા સર્કલ પાસે આવેલ એટલાન્ટિસ હાઇટ્સમાં સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્સ નામની ઓફિસ ધરાવતા સાગર પટેલ અને ઝીલ પટેલનો જાન્યુઆરી 2021 માં UK માં ઉચ્ચ અભ્યાસ માટે સંપર્ક કર્યો હતો . જેથી સાગર પટેલે પહેલા 1 લાખ અને ત્યારબાદ કોલેજની ફીના નામે 7 લાખ મળી કુલ 9 લાખ 17 હજાર રૂપિયા લીધા હતા . જો કે , વારંવાર ધક્કા ખવડાવવા છતાં પણ સાગરે UK ની કોલેજમાં એડમિશન અપાવ્યું નહોતું કે સ્ટુડન્ટ વિઝા કરાવ્યા નહોતા અને રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો . યુવકે 14 લાખ ગુમાવ્યા શહેરના છાણી ટી . પી . 13 માં કાન્હા પ્લેટીનિયમમાં રહેતા સન્ની મેકવાને પણ UK માં ઉચ્ચ અભ્યાસ માટે સાગર અને ઝીલ પટેલનો સંપર્ક કર્યો હતો . તેની પાસેથી ફીના નામે સાગરે 14 લાખ 82 હજાર રૂપિયા લીધા હતા . જો કે , સન્નીને પણ એડમિશન અપાવ્યા વિના સાગર રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો . ઉલ્લેખનીય છે કે , સાગર પટેલ અને ઝીલ પટેલ સામે અગાઉ પણ વિદેશમાં અભ્યાસના નામે 30 લાખ ઉપરાંતની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે . ત્યારે હવે તેમની સામે વધુ બે ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]