અમરેલી તાલુકા પો.સ્ટે.મા “e-FIR" દ્વારા દાખલ થયેલ મોટર સાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડતી અમરેલી ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zqp5hvrjqb5o3erd/" left="-10"]

અમરેલી તાલુકા પો.સ્ટે.મા “e-FIR” દ્વારા દાખલ થયેલ મોટર સાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડતી અમરેલી ટીમ


અમરેલી તાલુકા પો.સ્ટે.મા “e-FIR" દ્વારા દાખલ થયેલ મોટર સાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડતી અમરેલી ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લાઓમાં બનતા અનડીટેક્ટ વાહન ચોરીના "e-FIR" દ્વારા દાખલ થતા ગુન્હાઓમા ત્વરીત પણે પગલા લઇ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી. ભંડારીનાઓ દ્વારા અમરેલી ડિવીજનમા બનતા આવા અનડીટેક્ટ વાહન ચોરીના ગુન્હાઓમા ત્વરીત પણે પગલા લેવા માગૅદશૅન આપેલ હોય

ગુન્હાની વિગત-
ગઇ તા.૧૫/૧૧/૨૦૨૩ના રાત્રીના અરસામાં આ કામના ફરિયાદીએ પોતાના હવાલા વાળુ કાળા કલરનું સ્લેન્ડર જેના રજી.નં. GJ-14-N-6865 પોતાના ઘરની નીચે મુકેલ હતુ જે રાત્રીના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગેની વિ. વારની ફરીયાદીની ફરીયાદ પરથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧ ૯૩૦૦ ૪૨૩૦ ૬૨૫/૨૦૨૩ IPC કલમ ૩૭૯ મુજબ ગુન્હો રજી. થયેલ હોય.

જે અન્વયે અમરેલી તાલુકા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી પી.બી.લડનાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા ટીમ દ્વારા સદર ગુન્હો અન ડીટેક્ટ હોય જે બાબતે કમાન્ડ કન્ટ્રોલ અમરેલી તથા પોલીસ સ્ટેશન વિસ્તારમા લગાવેલા અલગ અલગ CCTV ફુટેજ તપાસી પોકેટકોપ એપની મદદથી મજકુરના કબ્જામા રહેલ મોટર સાયકલના રજી. નં. ચેક કરતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમા ઉપરોકત ગુન્હાના કામે ચોરી થયેલ કાળા કલરનુ સ્લેન્ડર જેના રજી.નં. GJ-14-- 6865 કિ.રૂ. 30,000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી
(૧) અકરમ અમીનભાઇ ખેરાણી ઉ.વ.૨૦ ધંધો.પ્રા.નોકરી રહે, અમરેલી, બટારવાડી ચાંદની ચોક, તા.જી.અમરેલી
(ર) ઇજાર અમીનભાઇ બિલખીયા ઉ.વ.૨૦ ધંધો.ડ્રાઇવિંગ રહે, અમરેલી, બટારવાડીચાંદની ચોક, તા.જી.અમરેલી

પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતીહાસ પકડાયેલ આરોપી અકરમ અમીનભાઇ ખેરાણી વિરુધ્ધમાં નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે. (૧) અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૯૨/૨૦૨૩ NDPS એકટ ક.૨૦(બી), (ર)(બી), ૨૯ મુજબ (૨) અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩ ૨૦૧૮૦૦/૨૦૦ પ્રોહી એકટ ક. ૬૫ (એ)(એ) મુજબ

પકડાયેલ આરોપી ઇજાર અમીનભાઇ બિલખીયા વિરુધ્ધમા નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે. (૧) અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૯૨/૨૦૨૩ NDPS એકટ ક.૨૦(બી), (૨)(બી), ૨૯ મુજબ (૨) ખાંભા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં. ૧૫૧૯૩૦૨૭૨૩૦૩૧૦/૨૦૨૩ IPC ક. ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪.૩૩૭ તથા
પાર્ટી ગાર એટ્રો એક્ટ ૧, ૩ (૧) (૨) (૫) અ મુજબ (૩) ખાંભા પો.સ્ટે, પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૦૦૨૮૯૮૨૦૨૦ IPC કે. ૨૭૯,૨૭૦,૧૮૮ મુજબ

સદરહુ કામગીરી શ્રી હિમકર સિંહ,પોલીસ અધિક્ષક સાહેબ,અમરેલી નાઓની સુચના અને શ્રી જે.પી.ભંડારી,નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ,ના માર્ગદર્શન હેઠળ, ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી પી.બી.લકકડ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ અમરેલી તાલુકા પોલીસ ટીમ સાથે કરવામાં આવેલ છે


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]