વડોદરા શહેરની ઘટના : પર્સનલ ફોટો શેર કરતા પહેલા સાવધાન - At This Time

વડોદરા શહેરની ઘટના : પર્સનલ ફોટો શેર કરતા પહેલા સાવધાન


જો તમે તમારા ફોટો સોશિયલ મીડિયા પર અવારનવાર પોસ્ટ કરતા હોવ તો જરા સાવધાન થઈ જજો! કારણ કે ક્યાંક તમે મુશ્કેલીમાં ન મુકાઈ જાઓ. ફોટા સાથે મોફિંગ કરવું તથા તેનો દુર ઉપયોગ કરવાની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે ત્યારે વડોદરા શહેરમાં પણ એક વિધર્મી યુવકે યુવતીના ફોટો સાથે છેડછાડ કરી ને વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરના કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે કે વિઘર્મી યુવકે યુવતી નો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું અને યુવકે વિડિયો કોલિંગ પર વાત કરી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું અને ત્યારબાદ તે વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું. ઘટનાના પગલે પોલીસે આરોપી યુવક ઇઝહાર દીવાનને ઝડપી પાડ્યો છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડ્યો. યુવતી ની માંગ છે કે આરોપીને કડક સજા થવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.