ગરબાડા તાલુકા વિકાસ અધિકારી ની ડાંગ જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી થતાં વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો. - At This Time

ગરબાડા તાલુકા વિકાસ અધિકારી ની ડાંગ જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી થતાં વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો.


ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા તાલુકામાં છેલ્લા બે વર્ષથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હિરલભાઈ પટેલની નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી સાથે ડાંગ જિલ્લામાં બદલી થતાં ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તેમનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. તેઓ તેમના કાર્યકાળ દરમિયાન તેમના સાદગી ભર્યા વ્યવહારના પગલે ગરબાડા તાલુકામાં લોકપ્રિય બન્યા હતા તેમના વિદાય સમારોહ કાર્યક્રમમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવ તાલુકા સભ્યો,જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી,સરપંચો,ગરબાડા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલને ફૂલ હાર તેમજ પાઘડી પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.