સચિવાલય બહાર ઝાડ ઉપર યુવાન આપઘાત કરવા પહોંચતા પોલીસ દોડી - At This Time

સચિવાલય બહાર ઝાડ ઉપર યુવાન આપઘાત કરવા પહોંચતા પોલીસ દોડી


સાહેબ મારા મગજમાં ચીપ ફિટ કરી દીધી છે ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા યુવાનને હેમખેમ ઝાડ ઉપરથી ઉતારી લેવામાં આવ્યો : પોલીસે અટકાયત કરી ગાંધીનગરમાં આજે સચિવાલયના ગેટ નંબર એક પાસે સવારના સમયે ભારે દોડધામ થઈ ગઈ હતી. એક યુવાન ઝાડ ઉપર ઓઢણી લઈને પહોંચી ગયો હતો અને આપઘાત કરવાની ધમકી આપતા ત્યાં હાજર પોલીસ જવાનો દોડતા થઈ ગયા હતા ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદથી ભારે જેહમત બાદ યુવાનને હેમખેમ નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. વલસાડના આ યુવાનની પોલીસ દ્વારા અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.