વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. - At This Time

વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.


વિદેશી દારૂની બોટલો નંગ 25 કિ.રૂ. 14,600 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.19,600 નો મુદામાલ જપ્ત કર્યો.

વઢવાણ પીએસઆઇ સી.એ.એરવાડીયાના માર્ગદર્શન હેઠળ ગણપતિ ફાટસર રેલવે ફાટક પાસે પહોંચતા ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે વઢવાણ ગણપતિ ફાટસર ટાટા મોબાઇલ ટાવર પાસે રહેતો દેવુભાઇ લાખુભાઇ ડાભી પોતાના કબઝા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી ચોકકસ હકીકત મળતા જે મજકુર ઇસમના રહેણાંક મકાને પ્રોહિ રેઇડ કરી દેવુભાઇ લાખુભાઇ ડાભી ઉ.વ.43 રહે. વઢવાણ ગણપતિ ફાટસર ટાટા મોબાઇલ ટાવર પાસે વાળાને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ.25 કિ.રૂ.14,600 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 19600 ના મુદામાલ સાથે પકડી પાડી સદરહુ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વિનોદભાઇ મોહનભાઇ દુલેરા જાતે રહે. કટારીયા તા. લીંબડીવાળો આપી ગયલ હોય જેથી મજકુર બંને ઇસમો વિરૂધ્ધમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.