સુરેન્દ્રનગર નગરપાલિકા અને પોલીસ દ્વારા શહેરના ટાવર, ટાંકી ચોક સહિત મુખ્ય માર્ગો પર દબાણ હટાવાયા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ns6dlweglvczcdch/" left="-10"]

સુરેન્દ્રનગર નગરપાલિકા અને પોલીસ દ્વારા શહેરના ટાવર, ટાંકી ચોક સહિત મુખ્ય માર્ગો પર દબાણ હટાવાયા.


હવેથી જાહેર રોડ પર લારીઓ અને ગલ્લાઓ રાખનાર સામે ગુનો દાખલ કરાશે.

સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ દ્વારા છેલ્લા એકાદ માસથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને જેના ઉપર તંત્ર દ્વારા જરા પણ દરકાર લેવામાં ન આવતા ગઈકાલે વેપારીઓ દ્વારા કડક અમલ નહીં થાય તો મંગળવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે તાત્કાલિક અસરે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની પણ ફરી ફરજ પડી હતી અને વેપારીઓ પોતપોતાની રીતે લડી લેવા માટે મક્કમતા દર્શાવી હતી ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને કામગીરી હાથ ધરવાની આજે ફરજ પડી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં દરેક જગ્યા ઉપર થયેલા દબાણો ઉપર હાલ બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી છે અને રોડ રસ્તા ઉપર દબાણ કરનાર વ્યક્તિઓના ગલ્લા લારીઓ અને મંડપો તોડી પાડવામાં આવ્યા છે ત્યારે આ કામગીરીમાં હાલમાં સુરેન્દ્રનગર સીટી પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ પણ સાથે જોડાયો છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના એન્જિનિયર હેરમા તેમજ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના આદેશો અનુસાર હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના દરેક વિસ્તારને જેવા કે સુરેન્દ્રનગર શહેરની મોટી માર્કેટ અને જાહેર માર્ગો ઉપર લારીવાળાઓ તેમજ ફ્રુટની લારીઓ અને દબાણ કરનાર સામે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં અચાનક બુલડોઝર અને ટ્રેકટરો સાથે નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા અફડાતફડીનો માહોલ મચી જવા પામ્યો છે ત્યારે વેપારીઓએ ગઈકાલે બેઠક યોજાઈ હતી અને જણાવ્યું હતું કે જો દબાણ હટાવવામાં નહીંઆવે તો મંગળવારે સુરેન્દ્રનગર બંધના એલાન માટેની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજે સરકારી તંત્રને અને નગરપાલિકાને દબાણ હટાવવાની ફરજિયાત પડે ફરજ પડી હતી સુરેન્દ્રનગર શહેરમાં મકરસંક્રાંતિના તહેવાર લઈ અને પતંગના સ્ટોલ તેમજ દોરી ભાવના સ્ટોલ જેવા અનેક સ્ટોલો ઉપર પણ હાલમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધા છે ત્યારે હાલમાં એક બાજુ લારીવાળાઓમાં રોષ જોવા મળે છે તો એક બાજુ વેપારીઓનો વિજય જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી વ્યાપારીઓ લડત લડી રહ્યા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું ત્યારે આજે અચાનક જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને જાહેર માર્ગો ઉપર થી તમામ પ્રકારના દબાણો હટાવી દેવામાં આવશે તેવું હાલમાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર જણાવી રહ્યા છે ત્યારે વેપારી ધર્મેન્દ્રભાઈ સંઘવી જણાવી રહ્યા છે કે આ લોકોને અગાઉ પણ 2020 માં જ્યારે ટુવે કરવામાં આવ્યો માર્કેટ વાળો રોડ ત્યારે આ લોકોને રીવર ફ્રન્ટ ઉપર ખાના બનાવી અને આપવામાં આવ્યા હતા ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી આ લોકો આમ છતાં પણ તેમને ફાળવવામાં આવેલી જગ્યા ઉપર ગયા ન હતા અને સુરેન્દ્રનગર શહેરમાં ચારે બાજુ ટ્રાફિક સમસ્યાઓ અને અર્ચન રૂપ સાબિત થઈ રહ્યા હતા ત્યારે વેપારીઓના ધંધા રોજગાર ઉપર મોટી અસર થતી હતી ત્યારે તેમની રજૂઆત કરવામાં આવી હતી અને અવારનવાર અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે લાસ્ટ વોર્નિંગ આપવામાં આવી હતી કે મંગળવારે સુરેન્દ્રનગર શહેરને બંધનું એલાન આપવામાં આવશે અને વ્યાપારીઓ લડી લેવાના મૂળમાં હોવાના કારણે તાત્કાલિક અસરે નિર્ણય કરી અને શહેરના દબાણ હટાવવાની કામગીરી હાલમાં પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]